વાંકાનેર: તાલુકામાં વડસરના તળાવ પાસે આવેલી સીમમાં ધોળા દિવસે દીપડાએ દેખા દીધી હતી. ખેતરના શેઢે છાંયા નીચે બેઠેલો દીપડો જોઈને બાજુના
ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા ખેડૂતોએ તેમનો વિડીયો શુટીંગ કર્યું હતું અને દીપડા સાથે વાત પણ કરી હતી.
આ વિસ્તારની બાજુમાં જ વડસરની વીડી આવેલી છે આ વીડીમાં અવારનવાર દિપડો દેખાય છે, હાલમાં ખેતીમાં ખૂબ કામની સિઝન ચાલી રહી છે ત્યારે
લોકોના કહેવા મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી લગાતાર દીપડો દેખા દઇ રહ્યો છે, ત્યારે ખેતરે જતા ખેડૂતોમાં અને રાત્રે જડેશ્વર રોડ પરથી પસાર થતા લોકોમાં
ડરનો માહોલ ફેલાઈ ગયો છે. ફોરેસ્ટ વિભાગે આ દીપડાને પકડી લેવા માટે ઝડપથી કામગીરી હાથ કરવી જોઈએ અને લોકોમાં
ફેલાયેલો ડર દૂર કરવો જોઈએ.