ચંદ્રપુર હાઇવે પરના કારખાનાના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ
વાંકાનેર: પાંચ દિવસ અગાઉ ચંદ્રપુર હાઇવે પરના એશીયન સીરામીક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના ગ્રાઉન્ડમાં રાત્રે પાર્ક કરેલું લોડર બીજે દિવસે સવારે જોવામાં નહીં આવતા કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે, લોડર રોકડે લીધું હતું કે લોન ઉપર ખરીદેલું એનો ઉલ્લેખ ફરિયાદમાં કરેલ નથી…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર મનમંદિર સોસાયટી એસ .ટી વર્ક શોપ પાછળ રહેતા અને ચંદ્રપુર મોમીનશા બાવાની દરગાહ પાછળ એશીયન સીરામીક ઇન્ડસ્ટ્રીઝ તથા એસીયન રીફેકટ્રીકના યુનીટ ચલાવતા સુરેશભાઇ મનોજભાઈ અંબાલીયા (ઉ.વ.૪૧) એ ફરીયાદમાં
લખાવેલ છે કે અમે અમારા વેપાર ધંધા માટે એશીયન સીરામીક ઇન્ડસ્ટ્રીઝના નામથી એક જોન્હ ડીયર ટ્રેકટર (લોડર) GJ-36-S-3691 નું સને-૨૦૨૪ માં ખરીદ કરેલ હતું, ગઈ તા-૨૦/૧૧/૨૦૨૫ ના સાંજના સાડા છ-એક વાગ્યે લોડર રીફેકટ્રીકના ગ્રાઉન્ડમાં ખુલ્લામાં પાર્ક કરેલ અને 
તા-૨૧/૧૧/૨૦૨૫ ના સવારના મારા મોટાભાઈ કિશોરભાઇએ ફોનથી ગ્રાઉન્ડમાં લોડર ન હોવાની જાણ કરેલ, મેં આજુબાજુમાં લોડરની તપાસ કરતા મળી આવેલ નહી જેથી અમારૂ જોન્હ ડીયર ટ્રેકટર(લોડર) GJ-36-S-3691 સને-2024 ના મોડલનું જેની કિ.રૂ.૧૨,૦૦૦,૦૦/-(બાર લાખ)વાળુ 
કોઇ અજાણ્યા ઈસમ ડુપ્લીકેટ ચાવી વડે અથવા કોઇ સાધન વડે ચોરી કરી લઇ ગયેલ છે, લોડરની ચોરી બાબતે મને હાલે કોઇ ઉપર શંકા વહેમ નથી. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીંતા અધિનિયમ ૨૦૨૩૨૦૨૩ની કલમ-૩૦૩(૨)મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…