દારૂ અને વાહન અંગેના ગુન્હા
વાંકાનેર: આંખોમાં મોટા અને રંગીન સપના જોઈ વિદ્યાનગરથી દોઢ માસ પૂર્વે ભાગેલા શૈલેષ અને કોમલ નામના બે પ્રેમી પંખીડા ઉડાન ભરી ભાગીને વાંકાનેર પાસે ઢુવામાં આવી ગયા હતા અને સિરામિક ફેકટરીમાં રહીને કામ કરતા હતા જ્યાં ૧૭ વર્ષ ૧૦ માસની સગીરાનું અગમ્ય કારણોસર મોત થયું હોય જેથી પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઢુવા નજીક આવેલ જેટ સિરામિકની લેબર કોલોનીમાં રહેતા કોમલબેન અર્જુનભાઈ પરમાર (ઉ.૧૭ વર્ષ ૧૦ મહિના) વાળી નું કોઈ કારણોસર મોત થયું હતું, જેથી મૃતદેહ પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જે બનાવ મામલે પ્રાથમિક તપાસ વાંકાનેર તાલુકા પોલીસના જસપાલસિંહ ચલાવી રહ્યા હોય જેની પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક કોમલબેનને શૈલેષ ચૌહાણ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને દોઢેક માસથી વિદ્યાનગરથી ભાગીને પ્રેમી પંખીડા અહી આવી ગયા હતા અને સિરામિકમાં કામ કરતા હતા
જેમાં ગત તા. ૧૮ ના રોજ કોમલબેન નામની સગીરાને પેટમાં દુખતું હતું અને ઉલટી થયા બાદ મોત થયું હતું જે સગીરાનું મોત શંકાસ્પદ હોવાથી પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
પીધેલ પકડાયા
રાતીદેવરીના દિલીપ લવજીભાઈ વોરા ગામના ઝાંપા પાસેથી લથડિયાં ખાતા અને વાંકાનેર કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં રહેતા ઉપેન્દ્ર રતિલાલ સીતાપરા ચોકમાં લથડિયાં ખાતા બકવાસ કરતા પોલીસ ખાતાએ પકડેલ છે.
વાહન ચાલકો દંડાયા
મકનસરના છગન બચુ સિંધવ જાતે ભરવાડ ઢુવા ચોકડી પાસે રીક્ષા નં. GJ-36-U-9067 ને રોડની વચ્ચોવચ્ચ ઉભી રાખતા, સમથૅરવાના અનિલ રાણાભાઇ કુકડીયા જાતે કોળી પણ ઢુવા ચોકડી પાસે રીક્ષા નં. GJ-36-U-6867 ને રોડની વચ્ચોવચ્ચ ઉભી રાખતા, તીથવાના સુલતાન ફરીદશા શાહમદાર જાતે ફકીર તીથવા ગામના પાટિયા પાસે રીક્ષા નં. GJ-36-U-8149 ને રોડની વચ્ચોવચ્ચ ઉભી રાખતા અને વાંકાનેર ગાયત્રી મંદિર પાસે દાતાર બાપુની દરગાહ પાછળ રહેતા જુબેરશા મહેબુબશા શાહમદાર જાતે ફકીર તીથવા ગામના પાટિયા પાસે રીક્ષા નં. GJ-36-U-6117 ને પૂર ઝડપે ગફલતભરી રીતે ચલાવતા પોલીસખાતાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.