લીંબાળાની ધાર પર રહેતો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો
વાંકાનેર: એસ.ઓ.જી., મોરબી અને સ્થાનિક સીટી પોલીસના સ્ટાફે વીશીપરા ચોકમાં ઉભેલ એક શખ્સની તમંચો સાથે ધરપકડ કરી છે.
આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ એસ.ઓ.જી. અને સીટી પોલીસ સ્ટાફને ખાનગી રાહે હકીકત મળેલ કે એક શખ્સ કે જેણે શરીરે આછા પીસ્તા કલરનુ
ગોળ ગળાવાળુ અરધી બાંયવાળુ ટી-શર્ટ પહેરલ છે તે ઇસમ વાંકાનેર વીશીપરા ચોકમાં રોડ પર ઉભેલ છે અને તેની પાસે એક હથીયાર (ફાયર આર્મ્સ) દેશી
તમંચો છે. જેથી સ્ટાફ ત્યાં પહોંચતા ઇસમ મળી આવેલ, જેનું નામ દીપકભાઈ અશોકભાઈ વાળા (મોચી) (ઉ.વ.૩૧) રહે. વીશીપરા કુલીનગર-૦૧ કેશવાનંદ બાપુના આશ્રમ સામે મકાન નં.૧૫૯ મોરબી વાળો હતો, તેના પેન્ટના નેફામાંથી
એક દેશી હાથ બનાવટનો લોખંડનો બાર બોરનો સીંગલ બેરલનો દેશી તમંચો મળી આવતા તમંચાની કિંમત રૂપીયા ૫,૦૦૦/- ગણી FSL તપાસ અર્થે કબજે કરેલ છે. આ કાર્યવાહી
એ.એસ.આઇ. એસ.ઓ.જી., મોરબી કીશોરદાન ગંભીરદાન ગઢવી, એસ.ઓ.જી. એ.એસ.આઈ. ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ, વાંકાનેર સીટી પો.સ્ટે. પો. હેડ.કોન્સ. મુકેશભાઈ તથા પો.હેડ.કોન્સ. હરદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી…
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે લાતીપ્લોટ શેરીનં.ર મા ચોરાઉ બાઇક છે. ત્યા જતા અબ્બાસભાઇ અલ્લારખાભાઇ દલવાણી રહે.લાલપર લીંબાળાની ધાર તા.વાંકાનેરવાળો મોટર સાયકલ સાથે મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કર્યાનું જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
લીંબાળાની ધાર પર રહેતો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે લાતીપ્લોટ શેરીનં.ર મા ચોરાઉ બાઇક છે. ત્યા જતા અબ્બાસભાઇ અલ્લારખાભાઇ દલવાણી રહે.લાલપર લીંબાળાની ધાર તા.વાંકાનેરવાળો મોટર સાયકલ સાથે મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કર્યાનું જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
આ આરોપી સામે રાજકોટ એ ડીવી.પો.સ્ટેમાં બે તેમજ રાજકોટ ગાંધીગ્રામ પો.સ્ટે., રાજકોટ તાલુકા પો.સ્ટે., રાજકોટ એ ડીવી.પો.સ્ટે. વાંકાનેર સીટી પો.સ્ટે.માં પણ ગુના નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે.