વાંકાનેર: તીથવા પાસે આવેલ ભંગેશ્વરનો ગેટ પડી જતા એક કોળી શખ્સનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યાનું જાણવા મળેલ છે.
મળેલ માહિતી મુજબ તીથવા પાસે આવેલ ભંગેશ્વરના ગેટ સાથે આયસરની એન્ગલ અડી જતા પાંચ વર્ષ પહેલા બનાવેલો ગેટ પડી ગયેલ છે અને બાજુમાં ઉભેલા તીથવાના 32 વર્ષના કોળી યુવાનને ઇજા થતા તેમનું મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત એક વૃદ્ધાને પણ ઇજા થઇ છે. આયશર ચાલકને કોઈ ઇજા થઇ નથી. બનાવ સ્થળે તીથવાના હીરાભાઈ ભરવાડ હાજર હતા. વધુ વિગત મેળવાઈ રહી છે…