કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

નાણાં સેરવતી ઈકો ગેંગમાં અમરસરનો શખ્સ પકડાયો

સરતાનપરમાંથી પરપ્રાંતીય યુવનનો મૃતદેહ મળ્યો
લિફટ આપી ઊલટી ઉબકાનું નાટક કરી રોકડ સેરવી મુસાફરને રસ્તામાં ઉતારી મુકતા’તા

રાજકોટમાં ઇકો કારમાં મુસાફરને લિફટ આપી ખિસ્સામાંથી રોકડ સેરવી લેતી ગેંગને માલવીયાનગર પોલીસે પકડી લીધી છે. પકડાયેલી ત્રિપુટીની પુછપરછમાં ત્રણ ગુનાની કબુલાત આપી છે.


લક્ષ્‍મીનગરમાં પીજીવીસીએલ કચેરીએ બીલ ભરીને ચાલીને જીવરાજ પાર્ક તરફ જઈ રહેલા પ્રૌઢને ઈકોના ચાલકે ચાલીને જવા કરતાં આમાં બેસી જાવ, મુકી જઈએ કહી લિફ્ટ આપી હતી. બાદમાં આગળ બેઠેલા શખ્સે ઉલ્ટીનું નાટક કરી આ પ્રૌઢના ખિસ્સામાંથી રોકડ સેરવી તેને ઉતારી મુક્યા હતાં.


આ ગુનો ડિટેક્ટ થયો છે. હેડકોન્સ. જયદેવસિંહ પરમાર અને હરસુખભાઇ સબાડની બાતમી પરથી વિપુલ નાનજીભાઈ પરમાર (ઉ.23-રહે. અમરસર વાંકાનેર),

કિશન ઉર્ફ કિશો મગનભાઈ પાંભણીયા (ઉ.22-2હે. શિવનગર- 4 જુના યાર્ડ પાસે રાજકોટ) અને રીયાઝ છોટુભાઈ બુખારી (ઉ.24- રહે. કોટડા સાંગાણી ઉંચો ઢોળો)ને નાનામવા સર્કલ પાસેના પટમાંથી પકડી લીધા છે. આ ત્રણેય નવા કોઇ મુસાફરને શોધે

તે પહેલા તેમને પકડી લેવાયા હતાં. તેની પાસેથી એક ઇકો કાર તથા રોકડા 8 હજાર કબ્જે લેવાયા છે. પુછપરછમાં આ ત્રણેયએ વધુ બે ગુના કબુલ્યા છે. જેમાં ગોંડલ ચોકડીએ એક મુસાફરને બેસાડી એક હજાર તથા ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે એક મુસાફરને બેસાડી આઠસો

રૂપિયા કાઢી લીધા હતાં. વિપુલ ડ્રાઈવીંગ કરતો, રીયાઝ કોને બેસાડવો એ નક્કી કરતો અને કિશન ઉલ્ટી ઉબકાનું નાટક કરી મુસાફરના ખિસ્સામાંથી પર્સ-રોકડ ચોરી લેતો હતો. મોજશોખ માટે ત્રણેય આ રવાડે ચડયાનું રટણ કર્યુ હતું.

સરતાનપરમાંથી પરપ્રાંતીય યુવનનો મૃતદેહ મળ્યો
વાંકાનેર: માટેલ રોડ ઉપર સરતાનપર નજીક આવેલ રામોજી સિરામિક કારખાના પાસેથી દીપકસિંહ ઓમપ્રકાશ ઠાકુર ઉ.34 રહે.સેન્ચુરો સિરામિક કારખાનું, લાકડધાર મૂળ રહે.ઉત્તરપ્રદેશ, બાંદા વાળાનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!