આરોપીએ પ્રેમલગ્ન કરેલ છે
પતિ-પત્ની વચ્ચે વાંધો પડતા પત્ની છ મહીનાની દીકરીને લઇ ક્યાંક જતી રહેલ
વાંકાનેર: અહીં ચંન્દ્રપુર નાળા પાસે રહેતા શખ્સે પ્રેમલગ્ન કરેલ અને પતિ-પત્ની વચ્ચે વાંધો પડતા પત્ની તેની છ મહીનાની દીકરીને લઇ ક્યાંક જતી રહેલ હોય જે કારણે પત્નીના માવતરના ધરે નવાપરા ખડીપરા મચ્છુ નદીના કાંઠે આવી ધરના દરવાજાને પાટા મારી નકુચા તોડી અંદર આવી ત્રણ વ્યક્તિઓને છરી વડે ધા કરી ઇજા કરતા પહેલા વાંકાનેર અને પછી રાજકોટ દવાખાનામાં સારવાર લીધેલ હતી…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા ખડીપરા મચ્છુ નદીના કાંઠે રહેતા માણેકબેન વેરશીભાઈ પોલાભાઈ મીઠાપરા દેવીપુજક (ઉવ ૬૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા. ૧૪/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યે મારા ધરનો દરવાજો એકદમ ખખડાવનાર ‘હું જુમ્મો બોલુ છું- મારી છોકરી ક્યાં છે?’ તેમ 
વાત કરતા તેને મેં કહેલ કે ‘તમારી દીકરી અહીં નથી’ તેમ કહેતા ધરનો દરવાજાને પાટા મારી નકુચા તોડી નાખી દરવાજો ખોલી જુમ્મો અંદર આવેલ હોય અને મારા ઉપર છરીનો એક ધા મારેલ અને મને પછાળી મારી છાતીના ભાગે ઢીકાપાટુનો માર મારેલ. દેકારો કરતા મારા દીકરાની વહુ 
મધુબેન વનરાજભાઈ મીઠાપરા આવી જતા તેને પણ આ અનવર ઉર્ફ જુમ્મો કાળુભાઈ શેખ (રહે. વાંકાનેર ચંન્દ્રપુર નાળા પાસે વાળા) છરીના ધા નાક તથા માથાના ભાગે કરવા લાગેલ હોય જેથી મારો દીકરો વનરાજ આવતા એને ડાબા હાથમાં વાગેલ હોય અને વધુ દેકારો થતા 
આજબાજુ વાળા પાડોશીઓ વિરજીભાઇ ચીકાભાઈ સાથરીયા વિગેરે આવી જતા વધુ મારથી બચાવેલ હોય અને આ અનવર ઉર્ફ જુમ્મો કહેતો કે ‘તમારી દીકરી ભારતી મારી નાની દીકરીને લઇને જતી રહેલ છે તો મારી આ નાની દીકરીને મને અપાવી દો, જો નહી અપાવો તો તમારા બધાને જાનથી મારી નાખીશ’ તેમ મારી નાખવાની ધમકી આપી ગાળો બોલતો બોલતો જતો રહેલ હતો
અમો ત્રણેયને માર મારેલ હોય અને લોહી નીકળતુ હોય જેથી ૧૦૮ માં વાંકાનેર સરકારી હોસ્પીટલ અને પછી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ આ બનાવનું કારણ એવું છે કે મારી દીકરી ભારતીબેને આ અનવર ઉર્ફ જુમ્મા સાથે પ્રેમલગ્ન કરેલ હોય અને તેઓ બન્ને જણા વચ્ચે વાંધો પડતા મારી દીકરી ભારતીબેન ક્યાંક તેની નાની છ મહીના દીકરીને લઇ જતી રહેલ હોય જે કારણ અમારા ધરે આવી અમોને આ જુમ્માએ ધરના દરવાજાને પાટા મારી નકુચા તોડી અંદર આવી મને તથા 
મારા દીકરા-વહુ ને આડેધડ છરી વડે ધા કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવા ની ધમકી આપેલ છે પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૩૩, ૩૫૧(૨)(૩), ૩૫૨ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ મે જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
