માટેલમાં પાવડાના હાથાથી યુવાનની હત્યા કરનાર જેલહવાલે
વાંકાનેર: તાલુકાના ચીત્રાખડા ગામનો એક શખ્સ બંદુક સાથે ઝડપાયો છે, જે તેમણે મોરથળાના શખ્સ પાસેથી ખરીદી હોવાનું ખુલતા બન્ને સામે થાન પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાયો છે…વાંકાનેર: સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એચ.જે.ભટ્ટની સુચનાથી સ્ટાફના અનીરૂધ્ધસીંહ, રવિરાજભાઈ સહિતનાઓને થાનના ઉંડવી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર હથિયારની બાતમી મળી હતી…
આથી પોલીસે સોમવારે બપોરે 2-30 કલાકે વોચ રાખી હતી. જેમાં વાંકાનેર તાલુકાના ચીત્રાખડા ગામનો મનસુખ ઉર્ફે મકો હેમુભાઈ રાઠોડ રૂપિયા 5 હજારની કિંમતની ગેરકાયદેસર હાથ બનાવટની સીંગલ બેરલ મજરલોડ બંદુક સાથે ઝડપાયો હતો. આ શખ્સની પ્રાથમીક
પુછપરછમાં આ બંદુક બે માસ પહેલા થાનના મોરથળાના ડાયા સવશીભાઈ મકવાણા પાસેથી ખરીદી હોવાનું ખુલતા બન્ને સામે થાન પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાયો છે. આ ફરિયાદ નોંધી ડાયા મકવાણાને ઝડપી લેવા તપાસ આરંભતા તે મોરથળાની સીમ તરફથી
ગામ બાજુ આવતો હોવાની બાતમી મળતા પોલીસે સાંજના 4-30 કલાકે વોચ રાખી હતી. જેમાં ડાયા સવશીભાઈ મકવાણાને પણ રૂ.5 હજારની કિંમતની દેશી મજરલોડ બંદુક સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા ડાયા મકવાણા સામે આર્મ્સ એકટ મુજબ અલગથી ગુનો પણ નોંધાયો છે…
માટેલમાં પાવડાના હાથાથી યુવાનની હત્યા કરનાર જેલહવાલે..વાંકાનેર : આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલ સનપાર્ક સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ઉત્તરપ્રદેશના વતની શ્રમિક યુવાન સંદીપ રાજેશ જોશી નામના યુવાનની હત્યા થઈ જતા મૂળ બલાબેહટ ઉત્તરપ્રદેશના વતની અને મૃતકના કૌટુંબિક ભાઈ રાહુલ પુરનલાલ જોશીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી…
વધુમાં ફરિયાદી સંદીપ રાજેશ જોશીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૃતક સંદીપ સનપાર્ક સિરામિક ફેકટરીમાં એકલો જ અલગ ઓરડીમાં રહેતો હતો. મૃતક સંદીપે તેના જ ગામના આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોશી પાસે ખર્ચાના રૂપિયા માંગતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં રાનું ઉર્ફે પ્રવીણે સંદીપને પાવડાના હાથ વડે બેફામ માર મારતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ તેને જેલહવાલે કર્યો છે…