કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઢુવાના શખ્સને મોરબીમાં પાંચ જણાએ માર માર્યો

ઢુવાના શખ્સને મોરબીમાં પાંચ જણાએ માર માર્યો

રેલ્વેની ચોરાઉ બેટરી સાથે મુળ ઘીયાવડનો શખ્સ પકડાયો

દેશી દારૂ સાથે બે જણા પકડાયા

વાંકાનેર: જાણવા મળ્યા મુજબ મોરબી વીસીફાટક પાસે પાંચેક લોકોએ લાકડી પાઈપ વડે માર મારતા રામક્રિષ્ન રામદાસભાઈ રાય (ઉ.30) રહે. ઢુવા તા.વાંકાનેરને મોરબી સારવાર માટે લઇ જવાયેલ, અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. બનાવનું કારણ જાણવા મળેલ નથી.

રેલ્વેની ચોરાઉ બેટરી સાથે મુળ ઘીયાવડનો શખ્સ પકડાયો
રાજકોટ તાલુકાના હડમતીયા ગામથી ગવરીદળ ગામ તરફ જતાં બીલેશ્વર મંદિર વાડી વિસ્તારના રસ્તે વીડી પાસેથી રેલ્વે ફાટકના સિગ્નલોની ચોરાઉ બેટરી સાથે અન્ય શખ્સ સાથે મુળ ઘીયાવડનો શખ્સ એલસીબી ઝોન-૧ ટીમે બે શખ્સને પકડી લીધા છે. રેલ્વે ફાટકોમાંથી રૂા. ૧૩૫૦૦ની ત્રણ બેટરીઓ ચોરાઇ ગઇ હતી. આ ગુનાનો ભેદ એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી અને હેડકોન્સ. જગદીશસિંહ પરમાર, કોન્સ. રવીરાજભાઇ પટગીરની બાતમી પરથી ઉકેલી શની પરષોત્તમભાઈ ગોધાણી (ઉ.વ.૨૩-રહે. મોરબી રોડ જકાતનાકા પાસે ભરતભાઈની વાડીમાં, મુળ ઘીયાવડ વાંકાનેર) તથા

મહેશ વલ્લભભાઇ સોલંકી (ઉ.વ.૪૦-રહે. મોરબી રોડ સિલ્વર પાર્ક-૩, વલ્લભદેવીપૂજકના મકાનમાં ભાડેથી) ને પકડી લઇ બેટરીઓ, જીજે0રૂપીએન-૯૨૩૧ નંબરનું ૫૦ હજારનું બાઇક, વીવો મોબાઇલ રૂા. ૫ હજારનો મળી ૬૮૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બંને રેલ્વેના સિગ્નલોની બેટરીઓ ચોરી વેંચવા માટે નીકળ્યા હતાં. જો કે વેંચે એ પહેલા પકડી લેવાયા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ હરેશભાઇ પરમાર, મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર, હિતેષભાઇ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીરે કરી હતી.દેશી દારૂ સાથે બે જણા પકડાયા
ઢુવા ચોકી વિસ્તારમાં પોલીસના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન રાતાવીરડા ગામની સીમ કેલ્વિન સીરામીક પાસે આરોપી વાસુભાઈ નરભેરામભાઇ વિંજવાડીયા જાતે કોળી ઉ.વ.૨૦ પ્લાસ્ટિકના બાચકામાં કોથળીઓ નંગ.-૨૦ દેશી દારૂ લીટર-૦૫ કી.રૂ.૧૦૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખી મળી આવતા ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ) મુજબ દાખલ થયો છે, બીજા બનાવમાં વરડુસરના નવઘણભાઈ રઘુભાઈ સેવારીયા પ્લાસ્ટિકની કોથળીઓ નંગ,-૨૦ દેશી દારૂ લીટર-૦૫ કી.રૂ.૧૦૦૦/- સાથે મળી આવેલ છે…..

Content Copying Forbidden !!

error: Content is protected !!