કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

લાકડધારના શખ્સનું ટ્રક હડફેટે અકસ્માતમાં મોત

દીઘલીયા ગામના બોર્ડ પાસેનો બનાવ

વાંકાનેર: લાકડધારના એક શખ્સને દીઘલીયા ગામના બોર્ડ પાસે ટ્રકના ચાલકે ઓવરટ્રેક કરવામાં મોટર સાઇકલ હડફેટે લેતા ગંભીર ઇજા થતા મોત નિપજાવ્યાની ફરિયાદ થયેલ છે….

જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામના કિશોરભાઇ છગનભાઇ અણીયારીયા (ઉ.વ-૨૯) ફરીયાદ લખાવેલ છે કે એમના પપ્પા છગનભાઈ હીરો સ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં-GJ-3-FJ-6076 લઇ તા-૦૪/૦૧/૨૦૨૫ ના સવારના એમના પિતાજી છગનભાઇ માવજીભાઇ અણીયારીયા તથા ફરિયાદીનો છોકરો રમેશ (ઉ.વ.૦૬) સાથે લઇ લાકડધારથી કાછીયાગાળા છોકરાની દેશી દવા લેવા માટે ગયેલ હતા

અને પોતે રાજકોટ હતો ત્યારે સાંજના એમના કૌટુંબીક ભાઇ દિનેશભાઈ નરશીભાઇ અણીયારીયાનો ફોન આવેલ કે દીઘલીયા ગામના બોર્ડ પાસે વાહન અકસ્માત થયેલ છે, જેમા પિતાજી ગંભીર ઇજા થતા મરણ ગયેલ છે છોકરાને કોઇ ઇજા થયેલ નથી…આથી ફરિયાદીએ એમના ફઇના દીકરા ભાઈ ભરતભાઇ સવશીભાઇ લુંભાણી રહે. કાશીપર વાળાને ફોન કરી દિઘલીયા ગામના બોર્ડ પાસે અને એમના સાળા સંજયભાઇ હીરાભાઇ સરવૈયા રહે. કાશીપરને ફોન કરી અને દલડી દવાખાને જવાનુ કહેલ હતુ. ત્યારબાદ ફરિયાદી તથા તેમનો મિત્ર મૈયાભાઇ ડાભી રહે. મનડાસર તા.થાનગઢ વાળા સાથે દીઘલીયા ગામના બોર્ડ પાસે આવેલ. આ વખતે ત્યા એમના સબંધી રતીલાલભાઇ તથા દીનેશભાઈ તથા રમણીકભાઈ રઘુભાઇ રહે બધા ગામ-લાકડધાર વાળા તેમ જ એમના ફુઆ દેવજીભાઇ બીજલભાઇ સાકરીયા રહે સરધારકા વાળાઓ આવી ગયેલ.

મોટર સાઇકલ રોડની સાઇડમાં પડેલ હતું. ફરિયાદીના ફુઈના દીકરા ભરતભાઇએ વાત કરેલ કે તારા પીતાજી મોટર સાયકલ લઇ વાંકાનેર તરફ જતા હતા ત્યારે દીઘલીયા ગામના બોર્ડ પાસે ટ્રક ઓવરટેક કરવા જતા ટ્રક રજી નંબર- TN-29-CV-5087 ના પાછળના ટાયરમાં આવી જતા શરીરે તથા માથામાં ગંભીર ઇજા થતા મરણ ગયેલ છે. ત્યાર બાદ સબંધી રમણીકભાઈ રઘુભાઈની ગાડીમાં લાશને સરકારી દવાખાના વાંકાનેર પહોંચાડેલ. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!