વાંકાનેર: જુના વઘાસીયાના શખ્સને માટેલના શખ્સ સાથે અગાઉ બોલાચલી ઝઘડો થયેલ હોય જેથી વાતચીત કરવા વાંકાનેર બસસ્ટેન્ડમા જતા બોલાચાલી ઝઘડો કરી ત્રણ શખ્સોને છરીઓ મારતા સારવાર લીધેલ છે…. જાણવા મળ્યા મુજબ જુના વઘાસીયાના વિરપાલસિંહ જગદિશસિંહ નારૂભા ઝાલા (ઉ.વ.૧૯) ફરીયાદ માટેલના ક્રિશ વિંઝવાડિયા, કરણ વિંઝવાડિયા તથા ત્રણ અજાણ્યા છોકરા સામે લખાવેલ છે કે તા.૦૮/૦૧/૨૦૨૫ ના બપોરના પોતે તથા એમના મિત્ર પ્રતીપાલસિંહ તેજપાલસિંહ પરમાર ગામના રાજદિપસિંહ જીતુભાની વઘાસીયા ટોલનાકા પાસે આવેલ દુકાને બેઠા હતા ત્યારે ગામના પૃથ્વીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાનો ફોન આવેલ કે “મારે માટેલ ગામના ક્રિશ વિંઝવાડીયા સાથે બે ત્રણ
દિવસ પહેલા બોલાચાલી થયેલ હતી તે બાબતે તેઓ સાથે વાતચીત કરવી છે. તમો વાંકાનેર બસ સ્ટેન્ડ ખાતે આવો” આથી ફરિયાદીતથા પ્રતિપાલસિંહ પરમાર તથા દુકાનવાળા રાજદિપસિંહ જીતુભા એમ ત્રણેય વાંકાનેર બસ સ્ટેન્ડમા ગયેલ ત્યારે ત્યા બસ સ્ટેન્ડમા પૃથ્વીરાજસિંહ તથા ફરિયાદીના નાનાભાઈ રાજદિપસિંહ તથા ભવ્યદિપસિંહ ઝાલા રહે. પેડક વાંકાનેર વાળા હાજર હતા, ત્યારે
પૃથ્વીરાજસિંહે અમોને કહેલ કે “સામે ઉભેલ ક્રિશ વિંઝવાડીયા તથા તેની સાથે ઉભેલ કરણભાઈ વિંઝવાડીયા સાથે વાતચીત કરવાની છે” તેમ કહેતા અમો તેની તરફ જતા તેઓ બન્ને અમારી તરફ આવેલ અને કરણભાઈ વિઝવાડીયાએ નેફામાથી છરી કાઢી અમારી તરફ જેમફાવે તેમ ફેરવવા લાગતા રોકવા જતા ફરિયાદીના ડાબા હાથના કાંડા પાસે છરીનો ઘા વાગેલ ત્યારે ફરિયાદીના ભાઈ રાજદિપસિંહ તથા
ભવ્યદિપસિંહ વચ્ચે પડતા તેને પણ છરી લાગેલ, જેમા રાજદિપસિંહને માથાના ભાગે અને ભવ્યદિપસિંહને હાથના આંગળામા છરી વાગેલ ત્યારે ફરિયાદીને લોહી નિકળતા કરણ છરી ફેકી ત્યાથી ભાગી ગયેલ. બાદ થોડી વાર થતા બીજા અજાણ્યા ત્રણ છોકરા અમારી પાસે આવેલ જેના નામ સરનામાની મને ખબર નથી પરંતુ તેમા એક સ્કુલ થેલા વાળો પીળા કલરના આખી બાયના ટી-શર્ટ વાળો તથા એક
ઉચ્ચો પાતળો કાળા જેવો શર્ટ પહેરેલ તથા એક બેઠી દડીનો હતો જેના કપડા યાદ નથી, તેઓ ત્રણેય પણ અમારી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલ ત્યારે અમારી સાથેના વચ્ચે પડતા આ ત્યાથી જતા રહેલ અને અમારી સાથેના પૃથ્વીરાજસિંહ મને તથા મારી સાથેના ભવ્યદિપસિંહને વાંકાનેર સરકારી હોસ્પિટલે સારવારમા લઇ ગયેલ અને ભાઈને ખાનગી હોસ્પીટલમા સારવારમા લઇ ગયેલ અને મને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા મારા ભાઇઓ મયુરસિંહ તથા હરપાલસિંહ તથા વિપુલસિંહ તથા હરદિપસિંહ એમ બધા રાજકોટ યુનીકેર હોસ્પીટલમા સારવામા લાવી દાખલ કરેલ છે…
પોલીસ ખાતાએ બી.એન.એસ. કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ તથા મહે જીલ્લા મે જી. મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…