ઇકો ચાલક ઇજાગ્રસ્તને દવાખાને લઇ ગયો
વાંકાનેર: અહીં રેલવે સ્ટેશન રોડ પર પટેલ વાડી પાસે ચાલીને જતા મિલ કોલોનીમાં રહેતા શખ્સને ઇકો કાર સાથે ભટકાઈ જતા ફેકચર જેવી ઇજાઓ થઇ છે સારી વાત એ છે કે ઇકો ચાલકે ઇજાગ્રસ્તને દવાખાને લઇ ગયો હતો….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર મીલ કોલોની સોસાયટીમાં રહેતા શહેબાઝ મેહબુબભાઇ બુખારી જાતે. સૈયદ (ઉ.વ.૨૮) ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા એક દિકરો છે અને ઢુવા પાસે લીબર્ટી સીરામીક કારખાનામા મજુરી કામ કરું છું, ગઇ તા.૧૨/૦૫/૨૦૨૫ ના રોજ રાતના કારખાનેથી કામ પુરૂ કરી
વાંકાનેર ધરે જવા પગપાળા ચાલીને રેલ્વે સ્ટેશન રોડ પટેલ સમાજની વાડી પાસે પહોંચતા સામેથી એક સફેદ કલરની ઇકો કાર રજી નં.જી.જે.૩૬.એફ. ૩૭૯૬ આવેલ અને મારી સાથે એકદમ ભટકાયેલ અને હુ રોડ ઉપર ઢસડાયેલ આ વખતે મેં રાડ પાડતા ત્યાં હાજર માણસો ધાવડી કૃપા દુકાનવાળા કાનાભાઈ તથા બીજા ભેગા થઇ જતા મને ઉભો કરેલ અને ઇકો કારવાળો
થોડે આગળ જઇ ઉભો રહેલ અને આ ભેગા થયેલ માણસોએ મને આ ઇકો કારમાં લઇ વાંકાનેર ખાનગી હોસ્પીટલમાં લઇ ગયેલ ત્યાં મારા ધરના સભ્યો મારી માં રૂકશાનાબેન તથા મારો ભાઈ ઇમ્તાયઝભાઇ વિગેરે આવી ગયેલ અને વધુ સારવાર માટે મશાયખ હોસ્પિટલે મોડી રાતના દવાખાને દાખલ કરેલ છે પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ. ૨૮૧ ૧૨૫ તથા MV ACT કલમ ૧૭૭, ૧૮૪ મુજબ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…