રાતાવીરડાના ત્રણ શખ્સો ઝડપથી બાઈક ચલાવતા
વાંકાનેર: હાઇવે મારૂતી શો રૂમ પાછળ નવાપરામાં રહેતા એક શખ્સને વર્લીફીચરના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર મારૂતી શો રૂમ પાછળ નવાપરામાં રહેતા જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી (ઉ.વ.28) વાળાને જીનપરા જકાતનાકા પાસે જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા વર્લી સાહીત્ય આંકડા લખેલ કાગળ તથા બોલપેન તથા રોકડા રૂા.૨૦૫૦/-ના મુદ્દામાલ સાથે પોલીસ ખાતાએ પકડી ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધેલ છે…
રાતાવીરડાના ત્રણ શખ્સો ઝડપથી બાઈક ચલાવતા
વાંકાનેરના (1) રાતાવીરડાના રહીશ મહેશભાઈ દિનેશભાઈ ઉકેડીયા (ઉ.વ.21) પોતાનાં હવાલા વાળુ મોટર સાયકલ હિરો સ્પલેન્ડર પ્લસ નંબર જી જે ૩૬ એ એ ૦૨૧૦ વાળુ (2) રાતાવીરડાના જ રહીશ ધનજીભાઈ દિનેશભાઈ ઉકેડીયા પોતાનાં હવાલા વાળુ મોટર સાયકલ હિરો સ્પલેન્ડર પ્લસ નંબર જી જે ૩૬ એમ 6506 વાળુ (3) રાતાવીરડાના જ રહીશ રાહુલભાઈ ઘોઘજીભાઈ ઉકેડીયા પોતાનાં હવાલા વાળુ મોટર સાયકલ હિરો સ્પલેન્ડર પ્લસ નંબર જી જે ૩૬ એ ઈ 2537 વાળુ (3) રોડ ૫૨ પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાની તથા બીજા માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા મળી આવતા ગુન્હો બી એન એસ કલમ ૨૮૧ તથા એમ વી એક્ટ કલમ ૧૭૭ ૧૮૪ મુજબ નોંધાયેલ છે…