વાંકાનેર: રાતીદેવળીનો શખ્સ ઘરેથી ચાલીને વોકીંગમા જતો હતો ત્યારે જડેશ્વર રોડ પર એક એક્ટીવા પુરઝડપે ચલાવી નીકળી હડફેટે લેતા ડાબા પગે ફેક્ચર જેવી ઇજા કર્યાની ફરીયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ રાતીદેવળી તા.વાંકાને૨ના રહીશ દિનેશભાઇ નાગજીભાઈ ભદ્રેસાણીયા (ઉ.વ.૪૫) એ ફરીયાદ કરેલ છે કે ગઇ તા-૨૫/૦૩/૨૦૨૫ ના રાત્રીના હુ મારી ઘરેથી ચાલીને દરરોજ વોકીંગ કરવા માટે નિકળુ છુ અને ચાલતો ચાલતો રાતીદેવળી ગામ (ઘર) થી નીકળી જડેશ્વર રોડ પર અમારા ગામથી આગળ પુલ પુરો થયા બાદ પુલથી સો ફુટ દુર ચાલીને જતો હતો ત્યારે મારી પાછળ એક મોટરસાયકલ એક્ટીવા
નંબર GJ-36-AB-0406 પુરઝડપે આવતા મને હડફેટે લેતા હુ રોડ ઉપર પડી ગયેલ અને મને ડાબા પગે વધુ દુખાવો થવા લાગેલ અને ત્યાથી અમારા ગામના અભીજીતસિંહ તથા ૨ણછોડભાઈ ભરવાડ આવી જતા મને ઉભો કરેલ અને અભીજીતસિંહે ૧૦૮ બોલાવેલ તેમા વાંકાનેર સરકારી હોસ્પીટલમાં દાખલ કરેલ. ડાબા પગે ફેક્ચર જેવી ગંભીર ઇજા થયેલ હોય જેથી રીફર કરવાનુ કહેતા હુ, રમેશભાઇ નાગજીભાઇ તથા રામજીભાઇ લધુભાઇ એમ બધા મોરબી ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લઈ ગયેલ હતા. અમારે સમાધાનની વાત ચાલુ હતી, પરંતુ સમાધાન ન થતા ફરીયાદ મોડી કરેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….