હથિયાર પ્રતિબંધિતનું ઉલ્લંઘન
વાંકાનેર: પીપળીયા રાજ ખાતેથી સીંધાવદરનો શખ્સ મોટર સાયકલ પર દેશી દારુની ખેપ મારતો પકડાયો છે….
જાણવા મળ્યા મુજબ સીંધાવદર ખાતે રહેતો પ્રવીણભાઈ ઘોઘાભાઈ જખાનીયા (ઉ.વ.25) વાળો પીપળીયા રાજ પાણીના ટાંકા પાસે પોતાના કબ્જા ભોગવટા વાળા હીરો હોન્ડા સ્પેલન્ડર મો.સા. રજી. નં.GJ-13-Q-6289 કિ.રૂ.૨૦,૦ ૦૦/- વાળામાં પ્લાસ્ટિકની થેલીમાં દેશીદારૂ ભરેલ નાની કોથળી નંગ-૩૫ મોટર સાયકલ સાથે કુલ કિંમત રૂ.૨૦,૧૪૦/- ના મુદામાલ સાથે મળી આવતા ગુન્હો પ્રોહીબીશન એકટની કલમ ૬૫(એ)(એ), ૯૮(૨) મુજબ નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે….
હથિયાર પ્રતિબંધિતનું ઉલ્લંઘન:
(1) તીથવાના ઈમ્તિયાઝ દિલાવદરભાઈ શાહમદાર પાસેથી છરી (2) વાંકાનેર આરોગ્યનગર બસ સ્ટેન્ડ પાસે રહેતા કિરીટ અંબારામભાઇ સરવૈયા પાસેથી લાકડાનો ધોકો અને (3) વાલાસણના સમીર આદમભાઇ દલપોત્રા પાસેથી છરી મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે…
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
