કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નશો કરી બોલેરો ચલાવતા વૃંદાવનવાટીકાનો શખ્સ પકડાયો

જીનપરા જકાતનાક પાસે અંધારામાં

વાંકાનેર: ઢુવા ચોકડી પાસે વાંકાનેર તરફથી આવતો બોલેરો ચાલક નશો કરી ચલાવતા અને જીનપરા જકાતનાકા પાસે અંધારામાં  ભટકતો એક શખ્સ પકડાયો છે….જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી પાસે વાંકાનેર તરફથી કુલદિપસિંહ ઉર્ફે ઓમદેવસિંહ દીલીપસિંહ જાડેજા (ઉ.વ.૩૮) રહે. હાલ વાંકાનેર વૃંદાવનવાટીકા રાતીદેવરી રોડ, મુળ રહે. મોરબી ત્રાજપર, મયુરસોસાયટી વાળો બોલેરો કાર રજી નંબર GJ-36-AJ-8816 વાળી રોડ ઉપરસર્પાકારે ચલાવી આવતો જોવામાં કાર ચાલકને ચેક કરતા મજકુર ઇસમ કેફી પીણુ પીધેલ હાલતમાં જણાતા જેથી બોલેરો કારની કી.રૂ.૨,૦૦,૦૦૦/-ગણી પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે. કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અનાર્મ પો.કોન્સ. જયદીપસિંહ હરીસિંહ રાઠોડે કરી હતી…જીનપરા જકાતનાક પાસે અંધારામાં
વાંકાનેર જીનપરા જકાતનાક પાસેની દુકાનો પાસે કાસમભાઇ સલીમભાઇ બશેર (ઉવ.૨૮) રહે. વાંકાનેર સીટી સ્ટેશન રોડ શંકાસ્પદ હાલતમા મોડી રાત્રીના અંધારાનો લાભ લઈ દુકાનો પાસે આંટાફેરા કરતો મીલકત સંબંધી કોઈ કોગ્ની ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા જી.પી.એકટ કલમ-૧૨૨-સી મુજબનો ગુન્હો નોંધાયેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!