કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નવાપરાના શખ્સનું માટેલ રોડ પર અકસ્માતમાં મરણ

બોકડથંભાના આઘેડને ટ્રકે હડફેટે લેતા મરણ

દીઘલિયા બાજુથી ઘરે આવતા હતા

વાંકાનેર: તાલુકાના બોકડથંભાના આઘેડ પોતાનુ મોટરસાયકલ લઇને દીઘલિયા બાજુથી આવતા હતા ત્યારે પાછળથી એક ટ્રકે મોટરસાયકલને ઓવરટેક કરવા જતા પાછળના વ્હિલના જોટામાં લઈ લેતા મરણ ગયેલ છે…

જાણવા મળ્યા મુજબ ફરીયાદ વાંકાનેર તાલુકાના બોકડથંભાના જયેશ કાનજીભાઈ સરાવાડીયાએ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ તા.૨૩/૧૨/૨૦૨૫ ના રોજ સાંજના મારા કાકાનો દિકરો વિપુલ મારા ઘરે આવેલ અને મને જણાવેલ કે તારા પપ્પા કાનજીભાઈ મેરૂભાઈ સરાવાડીયા (ઉ.વ.૫૯) પોતાનું

મોટર સાયકલ રજી.નં.GJ-03-CK-6292 વાળુ લઈને દિઘલીયા તરફથી આવતા હતા અને તેની પાછળ એક ફુલ સ્પીડમાં આવતા ટ્રક ઓવરટેક કરવા જતા તારા પપ્પાને મોટરસાયકલ સહિત પાછળના વ્હિલના જોટામા લઈ લેતા આ અકસ્માત થયેલ છે આથી હું તેની સાથે અમારા ગામના રોડ પર ગયેલ અને ત્યાં અકસ્માત સ્થળે જ મારા પપ્પા મરણ ગયેલ હતા અને તેનો જમણો પગનો ભાગ નોખા થઈને અલગ રોડ પર પડેલ હતો, હું

વાડી, ફાર્મ હાઉસ, કારખાના કે પોલ્ટ્રીફાર્મમાં ફેન્સીંગ માટે

આ બધુ જોઇ શકુ તેમ ન હતો જેથી મારા કાકાનો દિકરો મનસુખ, મારા કૌટુંબીક કાકા અવચરભાઇ, મારો ભત્રીજો રાજેશ, મોટાબાપુનો દિકરો મનસુખ બધા મારા પિતાને એક પ્રાઇવેટ ઇકોમાં વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ જ્યાં ડોકટર સાહેબે મરણ ગયેલનું જણાવેલ ટ્રક રજી.નં. GJ-12-BV-8468 ના ચાલક વિરુધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ, કલમ-૧૦૬(૧),૨૮૧ તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!