વાંકાનેર શહેરમાં હાઇવે ગરાસિયા બોર્ડિંગ રોડ પરથી આજે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બનાવની જાણ થતાં હડકંપ મચી ગયો હતો.
આ ઘટનાના પગલે વાંકાનેર સિટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે પર હરસિધ્ધિ હોટલ પાસે સર્વિસ રોડ પરથી આજે બપોરે પાતળા બાંધાના એક અજાણ્યા પુરૂષનું કોઇ કારણસર મોત થયા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.