કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લોકસભા ચૂંટણી પહેલા કોળી સમાજની બેઠક મળી

ચૂંટણીઓને લઈને બેઠકોનો દોર શરૂ

કોળી સમાજની બેઠક ગાંધીનગરમાં યોજાઈ

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ગઈ કાલે એક મોટી બેઠક યોજાઈ ગઈ હતી. હકીકતે સર્કિટ હાઉસમાં રાજુલા-ખાંભા-જાફરાબાદના ધારાસભ્ય અને રાજ્યમાં કોળી સમાજના પ્રમુખ આગેવાન મનાતા હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક યોજાઈ ગઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મહત્વનું છે કે કોળી સમાજએ ગુજરાતમાં વસ્તીની રીતે બાહુલ્ય અને પ્રભુત્વ ધરાવતો સમાજ છે. આ સમાજના ઘણાં નેતાઓ કોંગ્રેસ અને ભાજપ એમ બંને પ્રમુખ પક્ષોમાંથી ગુજરાતની રાજનીતિમાં કાર્યરત છે ત્યારે આ સમાજના હિત અને વિકાસ માટેની એક મહત્વની બેઠક આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ ગઈ હતી. હકીકતે આ બેઠકની અધ્યક્ષતા રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કરી હતી. તેમના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય કોળી સમાજની બેઠક બોલાવાઈ હતી. જેમાં સમાજના વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્યત્વે સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે વિકાસ થાય તેને લઈને ખાસ ફોકસ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત લોકસભા ચૂંટણીને લઈને ખાસ સ્ટ્રેટેજી પણ ઘડવામાં આવી હતી. મહત્વનું છે કે આગામી લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજ્યમાં કોળી સમાજનું સંગઠન મજબૂત કરવા માટે હીરાભાઈએ ખાસ કવાયત હાથ ધરી હતી. આ ઉપરાંત ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં કોળી સમાજના પ્રમુખની વરણી કરવામાં આવશે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. અલગ અલગ જિલ્લાઓમાંથી યુવાન આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આમ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં હવે રાજકીય રીતે ગતિશીલતા શરૂ થઈ ગઈ છે. ઘણાં આંતરિક પ્રવાહો શરૂ થઈ રહ્યા છે. કોળી સમાજની આ બેઠકથી જો કે આગામી ચૂંટણી અને તેના પરિણામોને લઈને કેટલો પ્રભાવ પડશે તે તો આગામી સમય જ કહી શકશે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!