વાંકાનેરમાં રમઝાન ઇદ અને પરશુરામ જયંતિ નિમિત્તે કોમી એકતા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારી કે.એમ.છાસીયાએ એક મીટીંગનું આયોજન કરાયુ હતુ.
આ મિટિંગમાં અલગ અલગ સમાજના આગેવાનો. કાર્યકરો અને પત્રકારો હાજર રહ્યા હતા.
શાંતિ અને સદ્ભાવના પૂર્ણ વાતાવરણમા તહેવારો ઉજવાય અને વાંકાનેરની શાબાવા – નાગાબાવાની તેહઝીબ મુજબ બધા સમાજ એકબીજા પ્રત્યે આદરથી વર્તે અને બંન્ને પક્ષે એકતા અને સૌહાર્દ જળવાય, તેવી જાહેર અપીલ કરતા સર્વેએ આવકાર આપેલ હતો.