મકરસંક્રાંતિ પ્રસંગે ડોનેશન માટે ચર્ચા વિચારણા
વાંકાનેર: આગામી 14 જાન્યુઆરીના મકર સંક્રાંતના પાવન દિને ગૌમાતાને ઘાસચારો નાખી પુણ્ય કમાવવાનું મહત્વ વધુ હોય છે. તે બાબતે રાજકોટ મોરબી તેમજ વાંકાનેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જીવદયા પ્રેમી ગૌભકતો સાથે 14 જાન્યુઆરીના રોજ વિવિધ શહેરોમાં ફંડ-ડોનેશન માટે 
નખાતી છાવણીઓમાં બેસી અબોલ પશુઓમાં (ગાયમાતા) માટે ગૌ ભકતો સાથે ચર્ચા વિચારણા માટે આગોતરા આયોજન સંદર્ભે રાજકોટની ધ ગ્રાન્ડ ઠાકર હોટલના હોલમાં અંધ- અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ વિવિધ છાવણીઓના અગ્રણીઓ સાથે મીટીંગ યોજવામાં આવેલ હતી.
જેમાં જગદીશભાઈ શાસ્ત્રી, ઘનશ્યામભાઈ ઠકકર, ટીનાલાલ પુજારા (ઉદ્યોગપતિ), સુરેશભાઈ વેકરીયા, જયેશભાઈ કાનાબાર, ઝાલાભાઈ (અંબિકા પાર્ક) તથા જયંતિભાઈ પટેલ, વાંકાનેર ગાયત્રી શકિતપીઠના મહંત પુ. અશ્વિન બાપુ રાવલ વગેરેએ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.
આ ઉપરાંત મોરબીથી ગૌ સેવા સમિતિના અડદીયા ગ્રુપના તુષારભાઈ દફતરી તથા પરેશભાઈ કાનાબાર તેમજ તેમની ટીમના સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગૌ માતા અને તેના નિભાવ તેમજ ગૌ માતાની સારવારને લગતી તમામ બાબતો ઉપર પ્રવચન આપવામાં આવેલ હતું.
આ ઉપરાંત સમગ્ર રાજકોટમાં વસતા સમસ્ત સહસ્ત્ર બ્રહ્મ સમાજે પણ આ પ્રખ્યાત સમગ્ર ગુજરાતની નમુનેદાર સંસ્થા અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટને મદદરૂપ થવા કામે લાગી જવા હાકલ કરવામાં આવી ત્યારે તેને ઉપસ્થિત ગૌ ભકતોએ તાળીઓના ગળગળાટથી વધાવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બટુકભાઈ તથા મુનાભાઈ બુધ્ધદેવ દ્વારા કરવામાં આવ્યું હતું…