પ્રા. આરોગ્ય કેન્દ્ર પાડધરા સ્ટાફના સહયોગથી ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું
વાંકાનેર: ભોજપરા ખાતે તાજેતરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પર્યાવરણ પ્રેમી નીલેશભાઈ સરાસવાડિયા દ્વારા વન મહોત્સવ નિમિતે ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના ફાર્માસિસ્ટ નીલેશભાઈ સરાસવાડિયા દ્વારા મેડીકલ ઓફિસર ડો. અજય ચાવડા અને સ્ટાફના સહયોગથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભોજપરા વાંકાનેર ખાતે ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો સાથે જ રાજકોટની સંસ્થા પાસેથી નિશુલ્ક પીંજરા મેળવી વૃક્ષોના સંરક્ષણની વ્યવસ્થા કરી હતી અગાઉ પણ તેઓએ વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કરેલ છે.