વાંકાનેર : વાંકાનેર શહેરમાં વિશિપરા વિસ્તારમાં એક આધેડે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો છે



જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં વિશિપરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર પોટરીની બાજુમાં માતાજીના મંદિર પાસે રહેતા રમેશભાઈ માલાભાઈ ઝીંઝુવાડિયા ઉ.55 નામના આધેડે અગમ્ય કારણોસર ઝેરી પદાર્થ ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

