કેરાળાના વૃદ્ધની હત્યા પ્રકરણમાં આરોપી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર
ભોજપરાના આધેડને ટ્રકે બાઇકને હડફેટે લેતા બનેલો બનાવ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતા રાધેશ મૂળજીભાઈ ચાવડા (50) નામના આધેડની વાંકાનેરમાં બુટ પોલીસની દુકાન હોય તે ત્યાંથી પોતાના ઘર તરફ પોતાનું બાઈક લઈને પરત જઈ રહ્યા હતા, ત્યારે હાઇવે લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે તેઓ બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં રાધેશભાઈ ચાવડાને ઇજાઓ થઈ હોવાથી પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે, જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક આધેડના પરિવારજનની ફરિયાદ લેવા માટે પોલીસ તજવીજ શરૂ કરી છે.
કેરાળા ગામના વૃદ્ધની હત્યા પ્રકરણમાં આરોપી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક આંતરી લાકડી વડે બેફામ માર મારી હાથ પગ ભાંગી નાખવાના બનાવમાં અમદાવાદ સારવાર દરમિયાન વૃદ્ધનું મૃત્યુ નિપજતા આ હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર સોંપવા અદાલતે હુકમ કર્યો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામના વતની અને હાલમાં વિશિપરા ધમલપર ખાતે રહેતા લાખાભાઈ ગોરાભાઈ બાંભવા ઉ.65 નામના વૃધ્ધ અને તેમના પુત્ર વિરૂદ્ધ બેસતા વર્ષના દિવસે ફાયરિંગ અંગે ગુન્હો નોંધાયા બાદ આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર અને તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક આંતરી બેફામ મારતા હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ જતા સારવાર માંટે રાજકોટ ખસેડયા હતા. બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેઓએ દમ તોડી દીધો હતો.