કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જામસરના આધેડને હાર્ટ એટેક આવતા પાણીમાં ડૂબ્યા

વરડુસરના તળાવમાં ડૂબ્યા

વાંકાનેર: તાલુકાના જામસર ગામે રહેતા આધેડ વરડૂસર ગામના તળાવના પાણીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે ત્યાં તેને હાર્ટ એટેક આવીજતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ગામના સરપંચ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા રાજાભાઈ બચુભાઈ દંતેશરિયા (ઉ.વ.50) નામના આધેડ વરડુસર ગામના તળાવમાં પાણીમાં ન્હાવા માટે પડેલ હતા દરમિયાન તેને હાર્ટ એટેક આવી જવાના કારણે તેનું પાણીમાં ડૂબી જવાથી મોતનીપજ્યું હતું જેથી કરીને આ બનાવની વરડુસર ગામના સરપંચ મનુભાઈ પ્રભુભાઈ નંદાસિયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવ અંગેની આગળની તપાસ એચ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!