પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા કેશવલાલ પરસોતમભાઈ વરમોરા નામના ૬૦ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
તેઓ લુણસર ગામે આવેલ તળાવ પાસેથી તેઓનું બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં ખાડો આવતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ. જેથી ઈજા પામેલા હાલતમાં તેઓને સારવાર માટે મોરબી ખસેડાતા મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ કરી હતી.
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
ઢુવાના મહેશ ભગવાનભાઇ ડાભી 68 કોથળી દેશી દારૂ સાથે ઝડપાયા
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો