વાંકાનેર: આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આઈસીડીએસ વિભાગ ઘટક એક અને બે દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાના આંગણવાડી કેન્દ્રના વર્કર બહેનો દ્વારા વાનગી લાવવામાં આવી હતી. આ વાનગીઓ મિલેટમાંથી બનાવવામાં આવી હતી, જેમાં પોષક તત્વો તરીકે ફાઇબર અને ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ હોય છે.
આ વાનગી પોષક વર્ધક અને સ્વાદિષ્ટ પણ હોય છે. મિલેટના મહત્વ વિશે વર્કર બહેનોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી, તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા અને બાળ વિકાસના ચેરમેનશ્રી સરોજબેન ડાંગરોચા તથા પ્રાંત અધિકારીશ્રી વાંકાનેર, આરોગ્ય અધિકારી વાંકાનેર તથા વાંકાનેર ઘટકના સીડીપીઓ શ્રી ચાંદનીબેન વેદ, અલ્પાબેન કચાવા તથા આઈસીડીએસ સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. વિજેતા સ્પર્ધકને ઇનામ તથા સર્ટિફિકેટ આપીને નવાજવામાં આવ્યા હતા.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ