વાંકાનેર : તાલુકાના રાતીદેવરી ગામે આવેલ આસોઈ નદી ખાતે માતાપિતા સાથે ન્હાવા ગયેલો સગીર ડૂબી જતા મરણ નીપજેલ છે….


જાણવા મળ્યા મુજબ રાતીદેવરી ગામે આવેલ આસોઈ નદી ખાતે માતાપિતા સાથે ન્હાવા ગયેલો પ્રકાશ રાજુભાઇ કુઢિયા (ઉ.15) રહે. પેડક સોસાયટી, વાંકાનેર નામનો સગીર નદીના ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
