માટેલ રોડ ઉપર આઠ વર્ષનો બાળક દાઝી ગયો
વાંકાનેર: તાલુકાના બોકડથંભા ગામની ઝાડા – ઉલ્ટી થયાના 24 કલાકમાં 17 વર્ષની સગીરાનું રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવારમાં મોત નીપજ્યું હતું.
મૃતક સરોજને ગઈકાલે રાત્રે તબિયત ખરાબ થઈ હતી. આજે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. જેથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

મળેલ માહિતી મુજબ સરોજ બાદરભાઇ સરાવડીયા (ઉંમર વર્ષ 17) રહે. બોકડથંભા તાલુકો વાંકાનેરને ગઈકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતી ત્યારે અચાનક ઝાડા – ઉલ્ટી ચાલુ થઈ જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાઈ હતી.
જ્યાં તેની સારવાર ચાલુ હતી. સારવાર દરમ્યાન આજે બપોરે ઝાડા – ઉલ્ટી થયાના 24 કલાકમાં 17 વર્ષની સગીરાનું સારવારમાં મોત નીપજ્યું હતું. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે નોંધ કરી વાંકાનેર પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.
માટેલ રોડ ઉપર આઠ વર્ષનો બાળક દાઝી ગયો
ઢુવા પાસેના માટેલ રોડ ઉપર આવેલ સનફલોરા સીરામીક પાસે રહીને મજૂરી કામ કરતાં પરિવારનો પંકજ ચંપાલાલ પમરા નામનો આઠ વર્ષનો બાળક દાઝી ગયો હતો.જેથી તેને મોરબી સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો…
