વાંકાનેર: રાજાવડલા ગામે દીકરીના ઘરે બેસવા ગયેલ મમ્મીને મોટર સાયકલ પર લઈને આવતા શખ્સને ગામના જ એક ભરવાડ શખ્સે માર માર્યાની ફરિયાદ થઇ છે.

બનાવની જાણવા મળ્યા મુજબની વિગત પ્રમાણે જુના રાજાવડલા કબ્રસ્તાન સામે વાડીમાં રહેતા અને વાંકાનેર યાર્ડમા શાકભાજીનો વેપાર ધંધો કરતા
વિશાલભાઇ ગોરધનભાઇ દેત્રોજા (ઉ.વ.૨૬) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ સાંજના ફરિયાદીના મમ્મી લાભુબેન મોટી દીકરી કાજલબેનના ઘરે

જુના રાજાવડલા ગયેલ હતા જેથી તેને તેડવા માટે રાજાવડલા ગામમા કોળી વિસ્તારમા ગયેલ અને મમ્મીને મોટરસાયકલમા બેસાડી નીકળતા ત્યાં શેરીમાં
ગામનો ભરત ગોવિંદભાઈ ગમારા ઉભો હતો અને ફરિયાદીને જોઈને મન ફાવે તેમ ભુંડી ગાળો બોલવા લાગતા ગાળો બોલવાની ના પાડતા આરોપી

એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને તેના હાથમા લાકડાનો ધોકો હતો તેના બે ઘા જમણા હાથે કોણી નીચે મારી દઈ ત્યાંથી ભાગી ગયેલ હતો. ફરિયાદીને હાથમા
દુખાવો થતા તેમના મોટાભાઇ અજયભાઈને ફોન કરી બોલાવેલ અને બંને વાંકાનેર સરકારી દવાખાને જતા ત્યાંથી હાડકાના ડોકટરને બતાવવાની સલાહ આપતા

હરી ઓમ હોસ્પીટલમા સારવારમાં ગયેલ હતા જ્યાં ડોક્ટર સાહેબે જોઈ તપાસી જમણા હાથનો એક્સરે ફોટા પાડી કોઈ ફેક્ચર થયેલ નથી અને મુંઢ ઈજા થયેલ
છે તેમ જણાવી મને રજા આપેલ હતી આ બનાવ અંગે ફરિયાદી પોતાના પિતાજી ગોરધનભાઈ લાલજીભાઈ તથા બનેવી કાળુભાઈ અમરશીભાઈ ને સાથે લઇ પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવીને ભરત ગોવિંદભાઈ ગમારા રહે.રાજાવડલા વાળા વિરૂધ્ધ ધોરણસર થવા અરજ કરેલ છે.

પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવહી શરુ કરેલ છે. બનાવ શા કારણે બન્યો એનું કોઈ કારણ ફરિયાદમાં જણાવેલ નથી
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
(1) વાંકાનેર ગાયત્રી મંદિર ટેકરી પાસે રહેતા ફિરોઝ અબ્દુલભાઇ બેલીમ (2) જીનપરા શેરી નં 4 માં રહેતા મયુરસિંહ કિરીટસિંહ ઝાલા (3) ઢુવા માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાછળ રહેતા હીરુબેન જકસીભાઇ સાડમિયા (4) કણકોટ જીઇબી સબ સ્ટેશનની બાજુમાં ઝુંપડામાં રહેતા સમજુબેન જીવણભાઈ જખાણીયા અને (5) પંચાસિયાના કાંતિ શામજીભાઈ કોઢિયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
લિંબાળાના મનોજ ધરમશીભાઈ સોલંકી અને રાજાવડલાના વજાભાઇ ચકુભાઇ ગમારા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો




