કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોટર સાયકલ ભટકાવાના બનાવે ફરી ઝઘડો

પ્રાંત અધિકારી પદે સિધ્‍ધાર્થ ગઢવી મૂકાયા

વાંકાનેર: છ – સાત મહિના પહેલા મોટર સાયકલ સામસામા ભટકાયેલ, તે વાતનો ખાર રાખી કીચેઈનમાં રહેલ ચાકાથી લીસોટા કરવાનો ઝઘડો થયેલ છે.

ફરિયાદમાં વાંકાનેર દિવાનપરામાં રહેતા અમીતભાઈ ભરતભાઈ સોલંકી/કોળી (ઉ.વ.૩૮) ધંધો. મંડપ સર્વિસ વાળાએ ફરીયાદ લખાવેલ છે કે રામચોક બ્રાહ્મણ વાડીમા મંડપ સર્વિસનું કામ રાખેલ હોઈ ફરિયાદી, એમનો ભાઈ વિશાલ તથા બીજા મજુરો મંડપનુ કામ કરતા હતા

ત્યારે શૈલેષભાઈ જયંતીભાઈ કોળી તથા રાહુલભાઈ વિજયભાઈ ઉઘરેજા રહે. બંને વેલનાથપરા વાંકાનેર વાળા મોટર સાયકલ લઈ ત્યાં આવેલ અને ગાળુ દઈ ઝપાઝપી કરવા લાગેલ, તે વખતે શૈલેષભાઈના હાથમાં કીચેઈનમાં રહેલ નાના ચાકાથી ડાબી આંખ, ડાબા કાન પાછળ તથા ડોકની પાછળ લીસોટા થઈ ગયેલ અને રાહુલભાઈએ ઢીકાપાટુ મારવા લાગેલ. બાજુમા રહેતા કિર્તીભાઈ ત્યા આવી જતા વધુ મારથી છોડાવેલ. ધમકી આપી જતા રહેલ. પછી કિર્તીભાઈ તેમના મોટર સાયકલ પર બેસાડી સરકારી હોસ્પીટલમાં લઇ ગયેલ. મારા પિતાજી તથા અમારા પાડોશી મહેશભાઈ મોરાણીયાને જાણ થતા દવાખાને આવેલ.

પ્રાંત અધિકારી પદે સિધ્‍ધાર્થ ગઢવી મૂકાયા

વાંકાનેર: રાજય સરકારે ડે.કલેકટર કેડરના ૧૦ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. જેમાં ડે.કલેકટર મોરબી સિધ્‍ધાર્થ ગઢવીને પ્રાંત અધિકારી તરીકે વાંકાનેરમાં મૂકાયા છે….

પીધેલ પકડાયા:
વાંકાનેર નવાપરા રામકૃષ્ણનગરમાં રહેતા નારણ તેજાભાઈ દેગામા અને મિલ પ્લોટ પટેલવાડી પાછળ રહેતા કિશોર ખુશાલભાઈ સોલંકી પીધેલ પકડાયા છે ….

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!