નગર પાલિકામાં ટંકારા, આર્યનગર અને કલ્યાણપર ગ્રામ પંચાયત ભેળવવામાં આવી છે
ટંકારા : ટંકારા નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મામલતદારને નગરપાલિકાના વહીવટદાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે હવેવાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો
છે. તેઓ આજે આ ચાર્જ સંભાળવાના છે. આ ઉપરાંત માળિયા મ્યુનિસિપલ ઈજનેર વિવેક ગઢીયાની ટંકારા નગરપાલિકાના
મ્યુનિસિપલ ઈજનેર તેમજ ગોંડલ નગરપાલિકાના મ્યુનિસિપલ ડે. એકાઉન્ટન્ટ સોનલબેન કાચાને ટંકારા મ્યુનિસિપલ ડે. એકાઉન્ટન્ટનો
વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ નગર પાલિકામાં ટંકારા, આર્યનગર અને કલ્યાણપર ગ્રામ પંચાયત ભેળવવામાં આવી છે.