કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં પ્રતાપ ચોકના હર્ષ અને મહેન્દ્રભાઇને ઇજા
વાંકાનેર વિસ્તારમાં યમરાજે ધામા નાખ્યા હોય તેમ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં અકસ્માતોની હારમાળામાં બે થી ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે ફરી ગતરાત્રીના વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવળી ગામ નજીક એક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે શખ્સોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરથી જડેશ્વર તરફ જતા રોડ પર ગતરાત્રીના એક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રાતીદેવળી ગામ નજીક પસાર થતી એક કાર નં. GJ 03 ER 8684 અને બાઈક નં. GJ 03 DF 3932 વચ્ચે અકસ્માત સર્જાતા, કાર પલ્ટી ખાઇ ગઇ હતી, જેમાં મહેન્દ્રભાઇ બચુભાઇ વાગડીયા (ઉ.વ. ૫૮, રહે. પ્રતાપ ચોક, વાંકાનેર) અને હર્ષ મહેન્દ્રભાઇ વાગડીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….