ગ્રામ્ય વિસ્તારના 40 વર્ષના પુરુષ કોરોના પોઝિટિવ

મોરબીમાં અંદાજે 2 મહિના જેટલા બ્રેક બાદ કોરોનાનો ફરી કેસ સામે આવ્યો છે. જેને લઈને હવે આરોગ્ય તંત્ર પણ સતર્ક બની ગયું છે. અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં 40 વર્ષ પુરુસનો કોરોના રિપોર્ટ બે દિવસ પૂર્વે પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને અગાઉ પણ એક વાર કોરોના થયો હતો. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 2871 લોકોને વેકસીનેસન આપવામાં આવી છે. મોરબીના પાડોશી વાંકાનેરવાસીઓને સાવચેત રહેવાની જરૂર છે