ચીનનો વેરિયન્ટ ભારતમાં ગઁભીર નહીં બને: ભારતના લોકોએ હર્ડ ઈમ્યુનિટી વિકસાવી દીધી છે
કોરોના વાયરસના નવા વેરિયન્ટના ઉદભવને કારણે ભારતમાં ભય ફેલાયો છે, ત્યારે ચિંતા દૂર કરતા એક નિષ્ણાતે કહ્યું હતું કે, બીએફ 7 વેરિઅન્ટ ચીનમાં છે તેટલો ભારતમાં ગંભીર ન હોઈ શકે. સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) ના ડિરેક્ટર વિનય કે નંદુફૂરીએ જણાવ્યું હતું કે ભારતે ” હર્ડઇમ્યુનિટી” વિકસાવી છે, તેથી ઓમિક્રોનનું સબ વેરિયન્ટ મોટો ખતરો ન હોઈ શકે. લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવાની વિનંતી કરતા તેમણે કહ્યું કે કોરોનાના નવા વેરિયન્ટ રોગપ્રતિકારક શક્તિથી બચવાની ક્ષમતા ધરાવે છે.
તેમણે કહ્યું કે, અત્યંત ટ્રાન્સમિસિબલ વેરિઅન્ટ એવા લોકોને ચેપ લગાવી શકે છે જેમને રસી આપવામાં આવી છે અને કેટલીકવાર તો ઓમિક્રોનના અગાઉના પ્રકારોથી પણ ચેપ લાગ્યો છે. ચેપની તીવ્રતા એટલી નથી જેટલી તે ડેલ્ટા સાથે હતી. તે એ હકીકતને કારણે છે કે આપણી પાસે એક હદ સુધી હર્ડ ઇમ્યુનિટી છે. કારણ કે આપણે અન્ય વાયરસના સંપર્કમાં છીએ.
નિષ્ણાંતોએ જણાવ્યું છે કે ચીનમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટ બીએફ.7નો પ્રકોપ ચાલી રહ્યો છે. ભારતમાં પણ તેના કેસ છે, પરંતુ ચીનની જેમ ભારતમાં તે ગંભીર નહીં બને કારણ કે ભારતના લોકોમાં કોઈ પણ નવા વેરિયન્ટની સામે ઝીંક ઝીલવા માટે પૂરતી હર્ડ ઈમ્યુનિટી વિકસી ચૂકી છે; એટલે નવો વેરિયન્ટ ભારતમાં ગંભીર નહીં બની શકે. જોકે કોરોનાના નિયમોનું પાલન જરુરી છે. ભારતમાં કોરોનાના બીએફ 7 વેરિઅન્ટના ચાર કેસ નોંધાયા છે જે ગુજરાતમાં છે.