અજાણી સ્ત્રીએ જન્મ છુપાવવાના ઇરાદે અસુરક્ષીત જગ્યાએ મુકી ત્યજી દીધું
ટંકારા: પોલીસ સ્ટેશને આવેલ ફોનના આધારે ધુનડા(સ)ની સીમમાંથી તાજુ જન્મેલ બાળક કે જેને ગુલાબી કલરના કપડા પહેરાવેલ છે અને જેની ઉપર સામુહીક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલ તે મળી આવતા બાળકને મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે…
જાણવા મળ્યા મુજબ તા.૧૯/૦૩/૨૦૨૫ ના ટંકારા પોલીસ સ્ટેશન ટેલીફોન આવક રજી નં-૫૩/૨૦૨૫ તા.૧૯/૦૩/૨૦૨૫ કલાક.૨૧/૫૦ વાગ્યાના કોલર દિનેશભાઈ રહે. નવાગામ વાળા ટેલીફોનથી જણાવેલ કે નવાગામથી આગળના ભાગે એક નાનુ બાળક મળી આવેલ છે પોલીસખાતાએ બનાવવાળી જગ્યાએ જઈ નવાગામના સરપંચ રજનીભાઈ પટેલને પુછપરછ કરતા સદરહુ બાળક મળેલ તે જગ્યા ધુનડા(સ) ગામની સીમ લક્ષ્યદીપ કારખાના સામેના ભાગે વીડીમા અવાવરૂ જગ્યામાં કોઇ અજાણી સ્ત્રીએ પોતાનુ તાજુ જન્મેલ બાળક
તરછોડી જતી રહેલ હોય બાળકને ૧૦૮ એમ્બયુલન્સ દ્વારા મોરબી સરકારી હોસ્પીટલ ખાતે લઇ ગયેલ. આ અજાણ્યુ તાજુ જન્મેલ પુરૂષ જાતીનુ અને આશરે ત્રણથી ચાર દિવસ પહેલા જન્મેલ હોવાનુ છે, તેમજ બાળકના શરીરે ગુલાબી કલરના કપડા પહેરાવેલ હોય જેની ઉપર સામુહીક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલ છે અને હાલે બાળક મોરબી સરકારી હૉસ્પિટલમા ડોકટરશ્રીની દેખરેખ હેઠળ તંદુરસ્ત હાલતમા હોય અને કોઇ અજાણી સ્ત્રીએ પોતાની કુખે જન્મ આપી બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે અસુરક્ષીત જગ્યાએ મુકી ત્યજી દિધેલ હોય જેથી કોઇ અજાણી સ્ત્રી તથા તપાસમા ખુલ્લે તેના વિરૂધ્ધ ધોરણસર ફરીયાદ દાખલ થઇ છે…