ઢુવા પાસે યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો
કેરાળા અને વોરાવાડ નજીક રહેતા મહિલાને બાઈક સ્લીપ થતા ઇજા
વાંકાનેર: માટેલ ગામે રહેતા દોઢ વર્ષના બાળકને સાપ કરડી ગયેલ હતો, બીજા બનાવમાં ઢુવા પાસે યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો, કેરાળા ગામના વૃદ્ધાને અને વાંકાનેરના વોરાવાડ નજીક રહેતા મહિલાને બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત થયેલ હાલતમાં મોરબી લઇ જવામાં આવ્યા હતા
જાણવા મળ્યા મુજબ માટેલ ગામે પંચમુખી સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારનો જય વિશાલભાઈ કશ્યપ નામનો દોઢ વર્ષનો બાળક ઘર પાસે હતો ત્યાં સાપ કરડી જતાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો
ઢુવા પાસે યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો
ઢુવા ગામ પાસે આવેલ માલધારી હોટલ ખાતેથી સિકંદરભાઈ મીનાપરા નામનો 45 વર્ષનો યુવાન મોરબીના બેભાન હાલતમાં મળી આવેલો હોય તેને 108 વડે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. યુવાન વઢવાણ ખાતે કોઠારીયા રોડ ઉપર રહે છે
કેરાળા અને વોરાવાડ નજીક રહેતા મહિલાને બાઈક સ્લીપ થતા ઇજા
વાંકાનેર તાલુકાના કેરાળા ગામના રીમીબેન ઉસ્માનભાઈ બાદી નામના 65 વર્ષના વૃદ્ધાને બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતાં સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
જ્યારે વાંકાનેરના વોરાવાડ નજીક રહેતા કીર્તિબેન મૂળજીભાઈ જોબનપુત્રા (ઉંમર પર) ને અમરસરથી વાંકાનેર બાજુ જતા સમયે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ હાલતમાં મોરબી લઇ જવામાં આવ્યા હતા..