કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અગાભી પીપળીયામાં દોઢ વર્ષની બાળકી કુંડીમાં પડી

અગાભી પીપળીયામાં દોઢ વર્ષની બાળકી કુંડીમાં પડી

ડૂબી જવાથી મોત

ઓળ ગામની સિમમાં ગેરકાયદેસર ખનન પકડાયું

વાંકાનેર: તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં ખેતમજૂરી કરતા એક પરિવારની માત્ર દોઢ વર્ષની બાળકીનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ઓળ ગામની હળદર ધાર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પકડાયું છે….

જાણવા મળ્યા મુજબ, મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કરણાવદ (શેમલ્યા) ના વતની અને હાલ વાંકાનેરના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ છગનભાઈ શામજીભાઈ કાંજીયાની વાડીએ રહીને ખેતમજૂરી કરતા કલમભાઈ જામસીંગભાઈ ગુંડીયાની દીકરી નૈયા (ઉ.વ. ૧.૫ વર્ષ) ગત તારીખ ૨૯/૦૩/૨૦૨૬ ના રોજ બપોરના બે વાગ્યા પહેલાના સમયગાળામાં વાડીએ આવેલી ઓરડી પાસે પોતાના ભાઈ-બહેનો સાથે રમી રહી હતી. તે વખતે રમતા રમતા અકસ્માતે નૈયા પાણી ભરેલી કુંડીમાં પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બાળકીના પિતા કલમભાઈએ પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરી છે. આ મામલે વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.બી.જાડેજા ચલાવી રહ્યા છે.
ઓળ ગામની સિમમાં ગેરકાયદેસર ખનન પકડાયું
એસ.એચ. સારડા દ્વારા ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજા અને સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઓળ ગામની હળદર ધાર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે. આ હકીકતની જાણ મોરબી ખાણ ખનીજ વિભાગને કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની ટીમોએ ઘટનાસ્થળે સંયુક્ત રેડ પાડી હતી.
આ સ્થળ પરથી કબ્જે મુદ્દામાલમાં (1) ડમ્પર (રજિસ્ટ્રેશન નંબર GJ-36-X-9153), ખનીજ મુદ્દામાલ સહિત – કિંમત રૂ. 3,00,00,000 (2) ડમ્પર (રજિસ્ટ્રેશન નંબર GJ-36-X-8804) – કિંમત રૂ. 30,00,000 (3) ડમ્પર (રજિસ્ટ્રેશન નંબર GJ-36-V-9949) – કિંમત રૂ. 30,00,000 (4) એસ્કેવેટર (EXCAVATOR મોડલ નં-SY210-C-9, સિરિયલ નં- 23SY210C001694) – કિંમત રૂ. 40,00,000 આમ પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૪,૧૦,૦૦,000/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા, ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજા, સર્વેલન્સ ટીમ અને મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ વગેરે જોડાયા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!