વાંકાનેર: અગાઉ ઈકો પેસેન્જર ભરવા બાબતે ઝધડો થયેલ હોય જેને ખાર રાખી અવાર નવાર હેરાન પરેશાન કરતા હોય તેમજ એકલો જોઈ માર મારી ઇજા કરવાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ જીનપરા શેરી નં-૧૩ માં રહેતા ફેજલભાઈ હુશેનભાઈ પીપરવાડીયા (ઉ.વ. ૨૭) વાળાએ ફરિયાદ લખાવેલ છે કે બનાવના દિવસે બપોરના નાસ્તો કરી ઈકકોમાં જીનપરા જકાત નાકા પાસે પાર્ક કરી બેઠો હતો, દરમ્યાન બાબુભાઈ સરૈયા તથા તેની સાથે બે માણસો પાસે આવી બાબુભાઈના હાથમા
લાકડી કુડલી વાળી તથા તેની સાથેના બે માણસો પાસે એકના હાથમા લાકડી કુડલીવાળી તથા બીજાના હાથ એક છરી હતી જેના વતી ત્રણેય લોકો સાથે મળી માર મારવા લાગેલ ફરિયાદીને હાથે તથા બંન્ને પગે માર મારેલ ત્રીજો માણસના હાથમા છરી હતી તેને ઢીચણથી નીચે બંને પગમા છરીના સરકા મારેલ હતા તેમજ
જમણા હાથે કોણીથી નીચેના ભાગે એક છરીનો સરકો મારેલ છે આ ત્રણેય જણા ઇકો કાર નંબર પ્લેટ વગરની લઈને આવેલ હતા જેમા રાજુભાઈ મુરલીધર હોટલવાળાએ વધુ માર ખાતો બચાવેલ અને ઈકો ચલાવીને વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ હતા સારવાર અર્થે રાજકોટ રીફર કરેલ છે.
દારૂ સાથે:
(1) પીપળિયાઅગાભીના ઝાંપા પાસેથી સિંધાવદરના નટુભાઈ સોમાભાઈ વિરસોડીયા (2) વીરપરના વિપુલ ગોવિંદભાઇ ડાભી (3) ભીમગૂડા સીમ રામદેવપીરના મંદિર પાસે વાડીમાં રહેતા ભાવેશ મસાભાઈ વિંઝવાડિયા (4) વીરપરના લખીબેન ઝાલાભાઇ અઘારા અને (5) વરડુસરના ભરત માધાભાઇ સેટાણીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
વાંકાનેર શક્તિપરા નગરપાલિકાની ઓરડીમાં રહેતા વિશાલ ખીમજીભાઈ પરમાર પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) કેરાળાના નિઝામખાન ઉસ્માનખાન પઠાણ (2) કોઠીનાં બિલાલ ઇસ્માઇલભાઈ બાદી (3) જોધપરના વિશાલ હસમુખભાઈ ચાવડા (4) હસનપરના પ્રિન્સ શૈલેષભાઇ સોયગામા (5) ભલગામના ભાવેશ વલ્લભભાઈ ભાલીયા (6) જેતપરડાના લખમણ નારૂભાઇ સરૈયા અને (7) સરધારકાના રાજેશ માવજીભાઈ ધરજીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી…