વાંકાનેર: ગઈ કાલે વિદ્યા ભરતી પાસે રોન્ગ સાઈડમાં આવતી રીક્ષા હડફેટે એક રાહદારીને ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ રાજકોટ રોડ પર આવેલ વિદ્યાભારતી પાસે એક રીક્ષા ચાલકે રોન્ગ સાઈડમાં આવીને રાહદારી દિનેશ કાપડિયા નામના યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલ છે. પોલીસ ફરિયાદ થયાની કોઈ માહિતી મળેલ નથી.
છેલ્લા સમાચાર: આ બનાવમાં સમાધાન થઇ ગયું છે.