વાંકાનેર: ધર્મનગર સંધિ સોસાયટીમાં રહેતો એક શખ્સ નવાપરા વાસુકીદાદાના મંદીર પાસેથી પોતાના હાથમાં એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક રાખી આંટા ફેરા કરતો પોલીસ ખાતાએ પકડેલ છે.
બનાવ અંગે જાણવા મળ્યા મુજબ બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અનાર્મ પો.હેડ.કોન્સ. યશપાલસિંહ ભવાનસિંહ
પરમાર, પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, પો.કોન્સ. દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ તથા ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા દ્વારા
સંધિ સોસાયટીના હાજીભાઇ ઇબ્રાહીમભાઇ મોવર જાતે મિયાણા (ઉ.વ.40) વાળાને ગેરકાયદેસર રીતે લાયસન્સ કે પરવાના વગર હાથે
બનાવી પોતાના કબ્જામાં એક દેશી બનાવટની જામગરી બંદુક સીંગલ બેરલ વાળી સાથે પકડીને આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(એ),
૨૫(૧-બી), એ તથા જી.પી એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે અને જામગરી બંદુકની કિંમત રૂ.૧૦૦૦/- ની મુદામાલ સાથે જપ્ત કરી પોલીસ ખાતાએ આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરેલ છે.