અંદાજે રૂપિયા 25 લાખનું નુકશાન થયાનો અંદાજ
વાંકાનેર : વાંકાનેર નજીક હસનપર નજીક પાણી પુરવઠા યોજનાના પાઇપના ઢગલામાં આગ અચાનક 11 વાગ્યાના શુમારે ભભૂકી ઉઠતા મોરબી અને વાંકાનેર ફાયર બ્રિગેડ દ્વારા તાકીદે ફાયર ફાયટર મોકલી સતત પાણીનો મારો ચલાવી બે કલાકે આગ બુઝાવી હતી.
જો કે, ફાયર બ્રિગેડ કાફલો સમયસર ઘટના સ્થળે પહોંચી ગયો હતો આમ છતાં 1500 મીટર પાઇપ સળગી જતા અંદાજે રૂપિયા 25 લાખનું નુકશાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે.