વાંકાનેર: અહીંના અમરસર ફાટક નજીક અજાણ્યા ડમ્પર ચાલક દ્વારા આગળ જતા ખાણ ખનીજ વિભાગ કે પોલીસ વિભાગના ચેકિંગથી બચવા માટે લોકોના જીવ જોખમમાં મૂકી રોડની વચ્ચે જ ગેરકાયદેસર ખનીજ ભરેલ વેસ્ટ બેલાના માટીનો ઢગલો રોડ વચ્ચે જ કરી નાસી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે….



આ સાથે જ ડમ્પર ચાલકે રોડ વચ્ચે જ માટેના બે ઢગલા કરી દેતા અડધો રોડ બંધ થઈ જતા ગંભીર અકસ્માતનો ખતરો તોડાઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક વાહનચાલકો માટે અકસ્માતના સંજોગો સમાન આ માટીના ઢગલાને દૂર ખસેડી ગંભીર બેદરકારી દાખવનાર ડમ્પર ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે…