કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રખડતા પશુઓના ત્રાસ માટેની નીતિ ઘડાશે

10 સભ્યોની રાજ્ય કક્ષાની સમિતિની રચના

રાજ્ય સરકારને ત્રિપાંખીયો વ્યુહ ઘડવા સૂચન

અલગથી મહેકમની જોગવાઈ કરવામાં આવે, પોલીસને આ અંગેની સત્તાઓ આપવામાં આવે અને નગરપાલિકાને ઢોર ડબ્બા બનાવવા માટે અલાયદી જગ્યા ફાળવવામાં આવે

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં રખડતા પશુઓના ત્રાસના વારંવાર સમાચાર આવતા રહે છે અને રખડતા પશુઓના કારણે ઘણા લોકોને ઇજા થવાની અને તેઓના જીવ જવાના પ્રસંગો પણ બને છે. લોકોની માલ અને મિલકતને નુકસાન થાય છે. જાહેર રસ્તાઓ ઉપર ગંદકી થાય છે. ટ્રાફિકને અડચણ થાય છે અને ઘણા બધા કાયદો વ્યવસ્થા, સ્વચ્છતા અને જાનમાલની હાડીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ માટે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર રીતની અરજી 170 / 2017 દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર રાજ્ય સરકારને ખૂબ કડક ચેતવણીઓ અને નિર્દેશનો આપવામાં આવેલ હતા.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવી જ એક કોમન રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા અને તેના ઉપર નિયંત્રણ મૂકવા માટેની પોલીસી ઘડવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવેલ હતા. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટના આ નિર્દેશના અનુસંધાને 15મી જુલાઈ 2023 ના દિવસે આ અંગે એક રાજ્ય વ્યાપી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા અને તેના પર નિયંત્રણ મૂકવા માટે સામાન્ય અને સર્વવ્યાપી નીતિ અને માર્ગદર્શિકા બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 13/7/23 ના રોજ મંજૂર કરી અમલી કૃત કરેલ પોલીસીના સંદર્ભે આખા રાજ્ય માટે સામાન્ય નીતિ બનાવવા સારું 10 સભ્યોની એક રાજ્ય કક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ હતી.
આ 10 સભ્યોની સમિતિએ 18 મી જુલાઈ 2023 ના રોજ વિડીયો કોન્ફરન્સ મારફતે વર્ચ્યુઅલ બેઠક કરી અને નીતિ ઘડવા અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરેલ હતી તથા ત્યારબાદ ઘણી બધી વખત ટેલિફોનિક અને રૂબરૂ બેઠકો કરી અને આ નીતિનો મુસદ્દો ઘડવામાં આવેલ હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર કરતાં નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો અલગ જ પ્રકારના હોય છે અને તેના મુખ્ય અધિકારી અખિલ ભારતીય સેવાના અધિકારી ન હોવાના કારણે તથા કાયદાકીય રીતે કોર્પોરેશન સિવાયના વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા પૂરતું રક્ષણ અને આંતર માળખું પૂરું પાડવામાં આવેલ ન હોવાના કારણથી નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ અંગે પગલાં ભરવામાં ઘણી બધી બાધાઓ ઉભી થાય છે. આ અંગે વ્યાપક ચર્ચા કરવામાં આવી અને રાજ્ય સરકારને ત્રિસ્તરીય એટલે કે ત્રિપાંખીયો વ્યુહ ઘડવા અને તેના દ્વારા રાજ્યના નગરોમાં રખડતા પશુઓને કારણે ઉદભવતા પ્રશ્નોનો ઉકેલ કરવા સૂચન કરવામાં આવેલ હતું. જેને રાજ્ય સરકાર દ્વારા તેની આ અંગેની નીતિમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે અને મુસદ્દામાં તે અંગે વિગતવાર જોગવાઈઓ કરેલ છે.


આ અંગે રાજ્ય સરકારને સૂચન કરવામાં આવેલ હતું કે સૌ પ્રથમ તો નગરપાલિકાઓ માટે રાજ્ય સરકાર દ્વારા જે લઘુત્તમ મહેકમ માળખું ગણવામાં આવેલ છે તેમાં રખડતા પશુઓના ત્રાસ નિવારણ માટે કોઈ અલગથી મહેકમની જોગવાઈ કરેલ નથી. માટે નગરપાલિકા પાસે આ અંગેના કર્મચારીઓ ઉપલબ્ધ જ નથી તેથી નગરપાલિકા અન્ય શાખાના કર્મચારીઓ મારફત રખડતા પશુ નિવારણની કામગીરી કરે છે, એટલે પૂર્ણ સમય માટે આ કામગીરી થઈ શકતી નથી તેના કારણે કાયમી રીતે રખડતા પશુઓના ત્રાસનો નિકાલ થઈ શકતો નથી.

આ ઉપરાંત બોમ્બે પોલીસ એક્ટ એટલે કે હાલના ગુજરાત પોલીસ અધિનિયમમાં રખડતા પશુના ત્રાસના નિવારણ માટે જે પોલીસ ખાતાને સત્તાઓ અને જવાબદારીઓ સોંપવામાં આવેલ છે, તે ફક્ત પોલીસ કમિશનરેટ એરિયામાં જ છે. માટે આ કામગીરી માટે પોલીસનો પૂરતો સહકાર મળી શકતો નથી અને પોલીસ પણ આ બાબતે જવાબદાર ન હોવાથી નગરપાલિકાઓની રખડતા પશુ નિવારણની કામગીરી સમયે સહાયતા કરવામાં અનિચ્છા દર્શાવે છે. માટે ગુજરાત પોલીસ અધિનિયમમાં જે રખડતા પશુના ત્રાસ નિવારણ માટેની જોગવાઈઓ કરવામાં આવેલ છે, તે ફક્ત પોલીસ કમિશનરેટ એરિયા પૂરતી જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પોલીસને આ અંગેની સત્તાઓ અને ફરજો કાયદાની જોગવાઈઓથી સોંપવામાં આવે તે અત્યંત આવશ્યક છે.


એક સૂચન એ પણ કરવામાં આવેલ હતું કે રખડતા પશુઓને રાખવા માટે ભૂતકાળમાં તમામ શહેરો અને મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ઢોર ડબ્બાની વ્યવસ્થા હતી. હાલની પરિસ્થિતિમાં આ ઢોર ડબ્બાઓ કાંતો ગેરકાયદેસર દબાણોને કારણે અથવા તો તે જગ્યાએ નગરપાલિકાએ અન્ય ઉપયોગ કરી (શોપિંગ સેન્ટરો જેવા) અને આ ઢોર ડબ્બાઓ બંધ કરી દીધા હોવાના કારણે હાલ ઢોર ડબ્બાઓ અસ્તિત્વમાં નથી) માટે નગરપાલિકાને ઢોર ડબ્બા બનાવવા માટે અલાયદી જગ્યા ફાળવવામાં આવે અને જ્યાં નવી ટીપી સ્કીમોનો અમલ થઈ રહ્યો છે, ત્યાં ટીપી સ્કીમોમાં ફરજિયાત ઢોર ડબ્બા માટે જરૂરી રિઝર્વેશન રાખી ઢોર ડબ્બાના ફાઇનલ પ્લોટો નગરપાલિકાને પ્રાપ્ત થાય તેવી જોગવાઈ કરવામાં આવે તો આ અંગેનું આંતરમાળખું નગરપાલિકાને પ્રાપ્ત થાય અને તેનો ઉપયોગ રખડતા પશુઓના ત્રાસના નિવારણ માટે થઈ શકે. આમ, આ રીતે રખડતા પશુના ત્રાસના નિવારણ માટેની કાર્યવાહી કરવામાં આવે તો તેમાં રાજ્ય સરકારને સફળતા પ્રાપ્ત થાય અને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનો યથા યોગ્ય રીતે અમલ થઈ શકે.


આ તમામ રજૂઆતો અને અન્ય સભ્યશ્રીઓ ની રજૂઆતો તથા રાજ્ય સરકાર સામે અને નામદાર ગુજરાત હાઇકોર્ટ સામે રજૂ થયેલી બાબતોને ધ્યાને તારીખ 27મી જુલાઈ 2023 ના દિવસે ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં રખડતા પશુઓના ત્રાસના નિવારણ માટે અને તેના નિયંત્રણ માટેની નીતિ અને માર્ગદર્શિકા ઘણી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મુકવા માટે તેનો મુસદ્દો તૈયાર કરવામાં આવેલ છે. જે આગામી સમયમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મૂકી અને આખા રાજ્યમાં તેનો અમલ કરવા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!