કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કંપનીમાં જોરથી પ્રીન્ટરને હાથ મારી તોડી નાખ્યું

કંપનીમાં જોરથી પ્રીન્ટરને હાથ મારી તોડી નાખ્યું

કોન્ટ્રાકટરના બાકી રૂપીયાના બીલ બાબતે બબાલ

વાંકાનેર: વધાસીયા સીમમા આવેલ કંપનીમાં કોન્ટ્રાકટરનુ કામ કરતા શખ્સે કોન્ટ્રાકટરના બાકી રૂપીયાના બીલ બાબતે ઉશ્કેરાઇને જોરથી પ્રીન્ટરને હાથ મારતા નુકશાન કર્યાની ફરિયાદ નોંધાયેલ છે….

જાણવા મળ્યા મુજબ હાલ નવાપરા ચામુંડા કરીયાણા સ્ટોરની બાજુમાં વાંકાનેર રહેતા મૂળ ઓડીસાના રહેવાસી અને વધાસીયા સીમમા આવેલ એસોસીએટેડ પાવર સ્ટ્રકચર લીમીટેડ કંપનીમાં આશીટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા આયુશ અંતરયામી બીસ્વાલ (ઉ.વ.૪૪) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૧૪/૦૨/૨૦૨૬ ના ઓફીસમાં હું તથા મારા સાથી કર્મચારીઓ હાજર હતા ત્યારે

અમારી કંપનીમાં કોન્ટ્રાકટરનુ કામ કરતા ગેલાભાઈ ખંભલા રહે. ગુદીયાવાડા તા. સાયલા જી. સુરેન્દ્રનગર વાળા ત્યાં આવેલ અને પુછવા લાગેલ કે મારું કોન્ટ્રાકટરના બાકી રૂપીયાના બીલ હેડ ઓફીસ વડોદરા ખાતે બનાવી મને પુછયા વગર કેમ મોકલી દીધેલ છે? મારા કર્મચારીઓએ કહેલ કે આ બાબત જાણતો નથી આથી તે એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો આપવા લાગેલ અને જોરથી અમારી ઓફીસમાં રહેલ પ્રીન્ટરને હાથ મારતા પ્રીન્ટર કિ.રૂ.૧૫,૦૦૦/-ને નુકશાન થયેલ છે, ગેલાભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલ છે….

 

Content Copying Forbidden !!

error: Content is protected !!