ભાટિયા સોસાયટીમા નર્મેદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આયોજન
વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરની ભાટિયા સોસાયટીમા નર્મેદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા અયોધ્યા નગરીમાં યોજાનારા રામ મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે રામભક્તોએ વિશાળ સંખ્યામાં જોડાઇને ડી .જે. નાં તાલે ઝૂમી ભગવાનના વધામણાં કર્યા હતા. આ તકે રામ, લક્ષ્મણ, સીતા તેમજ હનુમાનજી સહિત રામાયણના પાત્રોની ઝાંખી કરાવતા પરિવેશ ધારણ કરી બાળકો અને ભક્તો જોડાયા હતા. શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૌજન્ય: દિવ્ય ભાસ્કર