ઠેર-ઠેર વિવિધ સંગઠ્ઠનો દ્વારા સ્વાગત કરાયું
રાજવી પરિવારના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલાએ પ્રસ્થાન કરાવેલ
વાંકાનેરમાં અષાઢી બીજના પાવન દિને માલધારી સમાજના મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા દર વર્ષની માફક આ વર્ષે નિકળી હતી.
મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રાને અત્રે ગ્રીન ચોક વિસ્તારમાં મચ્છુ નદીમાં બિરાજમાન મચ્છુ માતાના નિજ મંદિર ખાતેથી રાજવી પરિવારના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલાએ પ્રસ્થાન કરાવેલ હતું.
આ શોભાયાત્રામાં વાંકાનેર-કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. શોભાયાત્રા રૂટ પર પણ ઠંડા પાણીની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. ઠેર-ઠેર આ મચ્છુ માતાજીની શોભાયાત્રાનું વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રામાં તાલુકાભરનો માલધારી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત માલધારી અગ્રણી હીરાભાઈ બાંભવા, કાનાભાઈ બાંભવા એપીએમસીના પૂર્વ ડીરેકટર અશ્ર્વિનભાઈ મેઘાણી, પૂર્વ નગરપતિ રમેશભાઈ વોરા સહીત વિવિધ સમાજના અગ્રણીઓ- આગેવાનો હર્ષભેર જોડાયા હતા.
તેમજ વાંકાનેર સીટી પીઆઈ પી.ડી. સોલંકી તથા પીએસઆઈ વી.ડી. કાનાણી તથા સ્ટાફ, જીઆરડી જવાનો દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. શોભાયાત્રાના આયોજકો દ્વારા બન્ને અધિકારીઓ તથા ધારાસભ્ય સોમાણી સહિતને શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતા.