મહા આરતી કરીને સર્વે ભક્તજનોએ મહાપ્રસાદ લીધો
શ્રી રામજન્મભૂમિ અયોધ્યા ધામમાં ભગવાન શ્રીરામચંદ્રજી પ્રભુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી…
આ શોભાયાત્રા આખા ગામમાં ફરી હતી, ત્યાર બાદ શ્રી આપાજાલા ધામમાં ભગવાન શ્રીરામપ્રભુજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ શ્રીરામજી મંદિરે શોભાયાત્રા પહોંચીને મહા આરતી કરીને સર્વે ભક્તજનોએ સાથે મહાપ્રસાદ લીધો હતો…
આ સાથે મેસરીયા નેસડા શ્રી આપાજાલા ગૃપ દ્વારા સર્વે ભક્તજનોને દુધ કોલ્ડ્રીંક પાવામાં આવ્યું હતું….
આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે સરપંચશ્રી વસંતબેન હસમુખભાઈ, શ્રીઆપાજાલા ધામના સંતશ્રી ભક્તિરામજી, શ્રી રામજી મંદિરના પુજારીશ્રી સુરેશ મારાજ, અશોકભાઇ શાહ, જીવાભાઇ રબારી, પરસોતમભાઈ બીજલભાઇ રાઠોડ, પ્રદિપભાઇ ધાંધલ, વિરમભાઇ માલકિયા તેમજ હેમુભાઈ નાથાભાઈ વાળાએ જહેમત ઉઠાવી હતી અને શોભાયાત્રા સફળ આયોજન કરાયું હતું….