વાંકાનેર: વર્તમાન સમયના પડકારોનો મહિલાઓ સરળતાથી સામનો કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા નારી ગૌરવ નીતિનું પુનઃઘડતર કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી ગૌરવ નીતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સ્ત્રીઓની સુરક્ષાને મહત્વ આપતી સ્વ રક્ષણ તાલીમનો પણ સમાવેશ થાય છે. 





















સરકારશ્રીના સરાહનીય પ્રયાસોના અમલીકરણના ભાગરૂપે શ્રી એચ એન દોશી આર્ટ્સ એન્ડ આર એન દોશી કોમર્સ કોલેજ, વાંકાનેર દ્વારા 31/01/2026 શનિવારના રોજ “સ્વ રક્ષણ માટેની જરૂરી ટેકનિકો” વિષય પર તાલીમનું આયોજન સંસ્થાના ટ્રસ્ટીગણ અને આચાર્ય શ્રી ડો યોગેશ એમ ચુડાસમા દ્વારા કરવામાં આવેલ. જેમાં રાજકોટની પ્રખ્યાત મહર્ષિ એકેડમીના અધ્યસ્થાપકશ્રી નયનભાઈ ચાવડા અને તેમની ટીમ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને સલામતી માટેની ટેકનિકો ખૂબ સચોટ રીતે શીખવાડવામાં આવી હતી, આ કાર્યક્રમના સંયોજક ડો.ઉર્મિલાબેન પટેલ અને કાર્યક્રમના સંચાલક ડો. અર્ચનાબેન પરમારની સાથે શ્રી દોશી કોલેજના સમગ્ર સ્ટાફ ગણે કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ડો. યોગેશ ચાવડા, ડો.કોમલબેન, પ્રો.ભાવિન જોબનપુત્રા, પ્રો.ખ્યાતિબેન, પ્રો.હેતલબેન, પ્રો.નિકિતાબેનના સહિયારા પ્રયાસથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો….



