સ્થળ: રાજપૂત સમાજની વાડી તા: ૩૧-૭-૨૫
વાંકાનેર: વાંકાનેરમાં સંગીતની કલાને વિકસાવવા તેમજ સંગીતની દુનિયામાં ભાગ લેનારા સ્પર્ધકોને આગળ વધારવા હેતુ મહાન ગાયક સ્વ. મહંમદ રફી સાહેબની આગામી ૪૬ મી પુણ્યતિથી નિમિતે એક ભવ્ય હિન્દી તથા ગુજરાતી ફિલ્મ સંગીત લાઇવ મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા સાથેનું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે રસ ધરાવતા સંગીત પ્રેમી ભાઇઓ-બહેનોએ નીચે લખેલા સ્થળોએથી એન્ટ્રી ફોર્મ મેળવી લેવા આયોજક ડી. સી. સરવૈયા, મારૂતી નંદ ઓરકેસ્ટ્રા મો. ૯૧૭૩૧ ૯૮રપર દ્વારા જણાવાયું છે. ફોર્મ મેળવવા માટે 

(૧) આર. કે. સ્ટુડીયો, નાગરીક બેંન્ક નીચે વાંકાનેર (રાજુભાઇ મો. ૯૪ર૮ર ૭૮૬૮૭) (૨) શિવશકિત એસેસીરીઝ, જૂની જી.ઇ.બી. ઓફીસની બાજુમાં, આરોગ્ય નગર, વાંકાનેર (ડી. સી. સરવૈયા મો. ૯૧૭૩૧ ૯૮૨૧૨) તથા (૩) ગેલેકસી પ્રિન્ટર્સ, પ્રતાપ રોડ, વાંકાનેર (મો. ૯૮૨૫૮ ૬૮૬૮૧) કાર્યક્રમનું સ્થળ, રાજપૂત સમાજની વાડી, રેલ્વે ફાટક પાસે વાંકાનેર ખાતે આ ભવ્ય કાર્યક્રમ તા. ૩૧-૭-૨૫ ના રોજ યોજાશે….